
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
કૉંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિરુદ્ધ ભાજપાનાં ઉમેદવાર દ્વારા જાહેરમાં ટિપ્પણી કરાતા ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી ફરિયાદ નોંધવા રજુઆત કરી….
પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં કર્ણાટક વિધાનસભાનાં પગલે ચૂંટણી પ્રચાર જામ્યો છે.તે પ્રક્રિયામાં અને ચુંટણી પ્રચાર દરમ્યાન અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ પક્ષની તરફે એક જુવાળ ઉભો થયેલ છે.આવા સંજોગોમાં કર્ણાટક રાજ્યનાં ચિત્તપુર વિધાનસભા બેઠકનાં બીજેપીનાં ઉમેદવાર મણીકાંત રાઠોડનાં જાહેરસભામાં જાહેર નિવેદનથી અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનાં પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પત્ની અને પરિવારને મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારેલી છે.તેઓએ આ નિવેદનમાં પોતાનાં વતન ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા કર્ણાટક રાજ્યનાં બીજેપીનાં અન્ય આગેવાને બસવરાજ બોમ્બઈના ચહિતા અને બ્લ્યુ આઈ બોય તરીકે ઓળખાણ આપેલ છે.આ ધમકીભર્યાં ભાષણોથી એ સ્પષ્ટ થઈ ગયુ છે કે મલ્લિકાર્જુન ખડગે કે જેઓ દલિત પરિવારમાંથી આવે છે.અને હાલમાં તેમની લોકપ્રિયતા અને લોકચાહના વધતા જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારવામાં આવેલ છે.કર્ણાટક રાજ્ય જે ભગવાન બસવન્નાની ભૂમિ,જે સહ અસ્તિત્વની પરંપરા ઉપર ગર્વ લેતી ભૂમિ છે.ત્યાં નાતજાતના ભેદભાવ ઉભા કરીને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને રાજકીય વિરોધીઓને ખૂન ખરાબા કરવાની ધમકીઓ આપીને અને આખા ભારત દેશમાં ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ ઉશ્કેરલી છે.ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારે મલ્લિકાર્જુન ખડગે સામે ઉચ્ચારેલ સ્ટેટમેન્ટથી ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં, લોકોમાં,અશાંતિ ફેલાવી લોકોની ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે.જેથી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ બગડી જશે.આથી આ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધવી જરૂરી છે.અને આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે.બીજેપીનાં મણીકાંત રાઠોડની સતત બેજવાબદારીભરી ધમકીઓને કારણે ગુજરાતમાં પણ આ ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે.જેથી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિની અરજ છે કે આ બાબતે કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકનાં બીજપીનાં ઉમેદવાર મણીકાંત રાઠોડ સામે આઈપીસી ની કલમ 153(એ). 295(એ),505,506,294,120(બી) આઈપીસી મુજબની ફરિયાદ રજીસ્ટડ કરવી અને આરોપીની સામે તુરંત કાર્યવાહી કરવી એવી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક ડાંગને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર, ડાંગ જિલ્લા મહિલા પ્રમુખ લતા ભોયે, આહવા પૂર્વ સરપંચ સી. પી.ગવળી વગેરે કોંગ્રેસના કર્યાકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા





