BHARUCHBHARUCH CITY / TALUKO

જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અન્વયે જરૂરીયાતમંદ બાળકોને સંસ્થાકિય સંભાળનો લાભ અપાવવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવા અનુરોધ

જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અન્વયે જરૂરીયાતમંદ બાળકોને સંસ્થાકિય સંભાળનો લાભ અપાવવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવા અનુરોધ

 

જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અન્વયે ભરૂચ જિલ્લામાં બે સરકારી અને બે ગાન્ટ-ઇન-એઇડ બાળ સંભાળ ગૃહ આવેલા છે. જે છોકરા અને છોકરીઓ માટે અલગ- અલગ છે. આ સંસ્થાઓમાં જિલ્લાના કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો એટલે કે, અનાથ, ત્યજાયેલ, એકવાલીવાળા બાળકો, સ્ટ્રીટ ચિલ્ડ્રન, એવા બાળકો કે જેઓના વાલી કોઇ ગંભીર બિમારીથી પિડાતા હોય તેવા બાળકોને આ સંસ્થામાં ચાઇલ્ડ વેલફેર સમિતિના આદેશથી વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. બાળકની જરૂરીયાત મુજબની તમામ સેવાઓ જેવી કે આરોગ્ય, શિક્ષણ, વ્યવસાયીક તાલીમ, અને બાળકના સર્વાંગીક વિકાસ માટેની પ્રવૃતિઓ વગેરે વિના મુલ્યે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. ભરૂચ જિલ્લાના આવા જરૂરીયાતમંદ બાળકોને સંસ્થાકિય સંભાળનો લાભ અપાવવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ,ભરૂચની કચેરીનો સંપર્ક કરી શકો છો. તેમ જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

[wptube id="1252022"]
Back to top button