ARAVALLIBAYAD

અરવલ્લી જિલ્લા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની સરાહનીય કામગીરી

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ

પીડિત મહિલાનું પરિવાર સાથે પુન:મિલન કરાવતી અરવલ્લી જિલ્લા “181 મહિલા અભયમ હેલ્પલાઇન ટીમ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સર્કિટ હાઉસની સામે એક મહિલા નિરાધાર હોવાનું અરવલ્લી 181 મહિલા અભયમ ટીમને કોલ મળતા મોડાસાથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં 35 વર્ષીય મહિલા મળી આવતા અભયમ ટીમના કાઉન્સિલર મનીષાબેન મકવાણા અને તેમની ટીમ દ્વારા આ મહિલાનું યોગ્ય કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે મેઘરજ તાલુકાના સુરદેવી ગામના આ બહેન રહેવાશી છે. પીડિતાબેન સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, તેઓ ભંગાર વીણવાનું કામ કરતા હતા તે સમયે કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા પરેશાન કરવામાં આવતા કોઈ કેફીપીણું પીવડાવતા બેભાન થઈ ગયા હતા. તેવીજ અવસ્થામાં બહેન મોડાસા આવી પહોંચ્યા હતા. અને રસ્તા પર આમતેમ રજડતા હતા. આ વાત મહિલા અભયમ ટીમને જાણ થતા તેમણે પીડીત મહિલાનું સંપૂર્ણ કાઉન્સિલિંગ કરી તેમને ચા નાસ્તો તેમજ પાણી પીવડાવ્યા બાદ તેમને સમજાવ્યું હતું કે, ફરીવાર કોઈક અજાણ્યાં વ્યકિત વસ્તુ કે પીણું આપે તો લેવું નહીં. બાદમાં તેમના પાસેથી બધું નામ સરનામું મેળવીને તેમના ગામનો સંપર્ક કરી બેનને સહી સલામત તેમના સાસરીમાં મુકેલ છે.

[wptube id="1252022"]
Back to top button