AHAVADANG

ડાંગ: ઉનાળા વેકેશનને લઈને ઠંડકની મજા માણવા સાપુતારામાં પ્રવાસીઓનો ઘોડાપુર….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે ઉનાળા વેકેશનને લઈને પ્રવાસીઓનો જમાવડો વધતા સમગ્ર સ્થળોનું વાતાવરણ કીકીયારીઓથી ગુંજી ઉઠ્યુ… રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી માવઠાએ તાંડવ રચતા કુદરતી સંપદા નિખરી ઉઠી છે.હાલમાં ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયુ છે.ત્યારે રાજયનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વેકેશનની મઝા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ગિરિમથક સાપુતારા ખાતે શનિરવીની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલીયરો અને નાના મોટા ધંધાર્થીઓનાં બખા થઈ જવા પામ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે શનિરવીમાં હોટલો અને નજીકની ટેન્ટ સીટીઓ ખાતે હાઉસફૂલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા.શનિવારે અને રવિવારે વાદળછાયા વાતાવરણમાં પ્રવાસીઓએ બોટીંગ,પેરાગ્લાયડીંગ,રોપવે સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.ગિરિમથક સાપુતારા ખાતે ઉનાળા વેકેશનને લઈને પ્રવાસીઓનો જમાવડો વધતા સમગ્ર જોવાલાયક સ્થળો ખાતેનું વાતાવરણ કીકીયારીઓથી  ગુંજી ઊઠ્યુ હતુ.

[wptube id="1252022"]
Back to top button