
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આહવા મુ.વઘઇની ખેડૂત મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી 2023ની મતદારયાદી સામે અન્ય મંડળીઓએ વાંધા અરજી મુકતા ખળભળાટ મચી જવા પામ્યો છે..
ડાંગ જિલ્લાની સાત જેટલા મંડળીઓનાં પ્રમુખ મંત્રીઓએ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ આહવા ડાંગ તથા નિયામક ખેતબજાર ગાંધીનગરને લેખિતમાં વાંધો આપી જણાવ્યુ છે કે ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ આહવા મુ.વધઈ જિ.ડાંગની સામાન્ય ચુંટણી–2023ની સામાન્ય મતદાર યાદી તૈયાર કરવામાં આવેલ છે.જેમાં ડાંગ જિલ્લાની મંડળીઓ પાત્રતા ધરાવતી હોય તેઓ તેવી મંડળીઓને મતદાર યાદીમાં સમાવેશ ન કરીને રાજકિય દબાણ લાવી અને પોતાના હોદાનો દુરઉપયોગ કરી અન્યાય કરવામાં આવેલ છે.જયારે પાત્રતા ધરાવતી ન હોય તેવી મંડળીઓને રાજકિય જુથમાં સ્વીકારીને એક તરફેણમાં નિચે મુજબની મંડળીઓનો મતદાર યાદીમાં સમાવેશ કરેલ છે.જેની યાદી આ સાથે સામેલ છે.જે ફેરતપાસ કરી પુ:નસમિક્ષા કરી યોગ્ય નિર્ણય અર્થે ન્યાય અપાવવા વિનંતિ કરી છે.વાંધાજનક મંડળીઓમાં પાંડવા વિભાગ ખેડુતોની સેવા સહકારી મંડળી, હનવતચોંડ વિભાગ સેવા સહકારી મંડળી, કાલીબેલ વિભાગનાં ખેડુતોની મોટાકદની સેવા સહકારી મંડળી, કડમાળ વિભાગ ખેડુતોની સેવા સહકારી મંડળીઓ પેટા ઉદ્દેશ મુજબ પ્રવૃતિ કે ધિરાણની કામકાજ ન કરવા છતાં મતદાર યાદીમાં સમાવેશ કરેલ છે.અને રોજમેળમાં ખોટી એન્ટ્રી બતાવી ધિરાણ દર્શાવી પાત્રતામાં લાવવા માટે પ્રયત્ન કરી મતદાર યાદીમાં સમાવેશ કરેલ છે.જેના માટે અધિકૃત અધિકારી મુકેશભાઈ મણિરામભાઈ ધૂમ મંડળીના હોદેદારો સાથે મળતીયા બની સાઠગાંઠ કરી મંડળીઓ સાથે મળી કામકાજ કરેલ છે.તેમજ વધુમાં જાણવામાં આવેલ છે કે રિટાયર જિલ્લા રજીસ્ટ્રારનાં જુથની માત્ર 4 મંડળીઓ લીધેલ છે.અને એમને જ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ આહવાનાં ચેરમેન બનાવવા માટે એકતરફી પ્રયત્ન કરી મંડળીઓને સમાવેશ કરવામાં આવેલ છે.જે સ્પષ્ટ દેખાઈ આવે છે.તેમજ અધિકૃત અધિકારી મુકેશભાઈ મણિરામભાઈ ધુમના ધર્મપત્ની લતાબેન મુકેશભાઈ ધુમને ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ આહવાના કર્મચારી તરીકે નોકરી આપવા માટેની સાંઠગાંઠ કરવામાં આવેલ છે.આમ વર્ષોથી આહવાની કચેરી મદદનિશ રજીસ્ટ્રાર સ.મેં આહવા—ડાંગ તેમજ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ આહવા મુ.વધઈ પોતાની પેઢી સમજીને એક તરફી વહીવટ ચલાવી રહીયા છે.તેમજ છેલ્લા 15 વર્ષથી હનવતચોંડ વિભાગ સેવા સહકારી મંડળી લી.મંડળી તેમજ પોતાના જુથની જ મંડળીઓને જ સત્તા અને પૈસાના ઉપયોગ કરી ચુંટણી ન કરવા માત્ર સિલેકશન કરી ખોટી રીતે વહીવટ કરવાનાં ઈરાદા પુર્વક પોતાની પેઢી જ સમજે છે.તેમજ છેલ્લા 15 વર્ષથી દુધના નંબરથી નોધાયેલ મંડળી હનવતચોંડ વિભાગ સેવા સહકારી મંડળી લી.મંડળી ખોટી રીતે નોંધાયેલ છે.જેનાં વિરોધમાં અમો દ્વારા 15 વર્ષથી લેખિત તેમજ મૌખિક રીતે વાંધા અરજી આપતા આવેલ છે.તેમજ ખોટી રીતે સમાવેશ કરેલ મંડળીની મતદાર યાદી સામે અમારો વાંધો નોંધાવીએ છીએ.વધુમાં આ બાબતે તાત્કાલિક ધોરણે ચકાસણી કરી કડકમાં કડક પગલા હાથ ધરી ખોટી મતદાર યાદી રદ કરવાની માંગણી કરી છે. ત્યારે આ બાબતે ડાંગ જિલ્લા રજિસ્ટ્રાર અને ખેત નિયામક ગાંધીનગર કક્ષાએથી કેવા પગલા ભરાશે તે જોવુ રહ્યુ…





