
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ અને બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, આહવા-ડાંગ ના સંયુક્ત ઉપક્રમે કે.વી.કે. વઘઇ ખાતે પશુપાલન વિષય પર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોમાં પશુપાલન પ્રત્યે જાગૃતતા કેળવાય, વૈજ્ઞાનિક ઢબે થી પશુપાલન કરવા અને ઉનાળાની સખત ગરમીમાં દૂધાળા પશુઓની કઈ રીતે સારસંભાળ રાખી શકાય, તેમજ ખોરાક-પાણી વિશે જાણકારી આપવાનો હતો.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે. બી. ડોબરિયા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. તેમણે પશુપાલકોને પશુપાલન દ્વારા આવક બમણી કરવા માટે યોગ્ય આયોજન સાથેનું વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા અનુરોધ કર્યો હતો.
[wptube id="1252022"]





