HALOLPANCHMAHAL
હાલોલ-તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. વ્યવસ્થાપક સમિતીની ચૂટણી યોજાઈ,ચેરમેન અને વાઇસની વરણી કરાઈ.

તા.૪.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
ગત ફેબ્રુઆરી માં ઘી હાલોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી હાલોલની સને 2023 ની વ્યવસ્થાપક સમિતિની નવ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.જયારે આજે હાલોલ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર,હાલોલ પ્રાંત અધિકારી મયૂર પરમારની અધ્યક્ષતામાં સંઘ ના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે સંઘ ના ચેરમેન તરીકે અશોકભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન તરીકે જ્યોતિન્દ્રસિંહજી રાણાની વરણી કરવામાં આવી હતી. જેને લઇ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા સહકારી સંઘના ડિરેકટર મયુરધ્વજસિંહજી પરમાર તથા સંઘના તમામ સભ્યઓએ ચૂંટાઈ આવેલા ચેરમેન વાઇસ ચેરમેનને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. અને વિજય ઉત્સવ મનાવ્યો હતો.


[wptube id="1252022"]









