
શૈલજા ફાઉન્ડેશન દ્વારા પ્રાણીઓ માટે પાણીના કુંડા નું વિતરણ…
છેલ્લા દસ વર્ષ જેટલા સમયથી શૈલજા ફાઉન્ડેશન દ્વારા મૂંગા પશુ પ્રાણીઓ માટે નિરંતર હિતાર્થભાઈ જાની સેવા બજાવી રહ્યા છે. હાલ ઉનાળાની કાળજાળ ગરમીમાં જીવ માત્રને તરસ લાગે છે. તે પાણી શોધે છે મનુષ્ય ઠંડક માટે નીત નવા પ્રયોગો થકી આરામ અનુભવે છે. જ્યારે શેરીઓમાં રસ્તે રખડતા પ્રાણી ગાય કુતરા વગેરેને પીવાનું પાણી સહેલાઈથી મળતું નથી. ત્યારે જંબુસરના શૈલજા ફાઉન્ડેશન દ્વારા મુંગા પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે કુડાનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સેવાભાવી નાગરિકો આ કુંડા લઈ જઈ પોતાના વિસ્તારમાં પ્રાણી માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી શકે છે. ફાઉન્ડેશન દ્વારા વિવિધ સાઇઝના કુંડા તૈયાર કરવામાં આવ્યા છે આ કુંડા મેળવવા માટે હિતાર્થ જાનીનો સંપર્ક કરવા જણાવ્યું છે…..રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ