KALOL(Panchamahal)PANCHMAHAL
અગાઉ છેડતી કરનાર ઈસમે પુનઃ કાલોલ બસ સ્ટેન્ડ પર ધાક ધમકી આપી પુનઃ છેડતી કરતા ફરીયાદ

તારીખ ૩ મેં
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા ખાતે રહેતી અને હાલોલ ખાતે નોકરી કરતી પરિણીતા એ ફકત એક મહીના અગાઉ ગોધરા ખાતે એ ડિવિઝન પોલીસ મથકે છેડતી ની ફરીયાદ નોંધાવી હતી તેજ આરોપી કાસમ મોહંમદ યાયમન રે. રાંટા પ્લોટ મુ ગોધરા નાઓ એ ગત તા ૦૨/૦૫ નાં રોજ પરણિતા હાલોલ થી ગોધરા તરફ જતા રસ્તા માં કાલોલ બસ સ્ટેન્ડ પર સહ કર્મચારી સાથે ઉભી હતી ત્યારે સાંજનાં સાડા સાત વાગ્યે આંટા ફેરા મારી જુના કેસ નું સમાધાન કરી દેવા બાબતે ધાક ધમકી આપી છેડતી કરી હતી જેથી ફરિયાદી મહિલાએ પોલીસ મથકે જાણ કરતા પોલીસ આવી પહોચી હતી અને ત્યારબાદ મહિલાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]