CHIKHLINAVSARI

ચીખલી તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ માં અધિકારીઓનો વિકાસ થઈ રહ્યો હોય એમ પ્રતીત થઈ રહ્યું છે

 

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલીના તાલુકા વિકાસ અધિકારી ની કચેરી માં લાગેલ એ. સી. નો ખર્ચ કોણ ભોગવી રહ્યું છે? જ્યારે સરકાર શ્રી વર્ષ ૨૦૨૦ માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે વર્ગ-૧ અને વર્ગ-૨નાં અધિકારીઓ દ્વારા પોતાના ચેમ્બર માં લાગેલ એ.સી. હટાવી લેવા.જ્યારે તાલુકા વિકાસ અધિકારીની ચીખલી ખાતે ની કચેરી ને જોતા નજરે પડે છે કે તાલુકાનો વિકાસ નહી પણ અધિકારીઓ નો વિકાસ થઈ રહ્યો હોય એમ પ્રતિત થઈ રહ્યું છે. ત્યારે હાલ તાલુકામાં અલગ અલગ વિકાસ નાં કામો માં ઉણપ જોવા મળે છે. ગ્રામ પંચાયતો ના શેરી રસ્તાઓ, પેવર બ્લોક કે પછી ગટરો ના કામો જાણે એજન્સીઓ પોતાના મનસ્વી વલણથી કરી રહી હોય.ત્યારે આ અધિકારીઓ એ.સી. ઓફિસ ની બહાર આવી તાલુકાના ગામડાંઓ માં થતાં વિકાસ ના કામો પર ડોકિયું કરે એ હાલ જરૂરી જણાય રહ્યું છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરમાં તો એ. સી. લાગી હોય પણ બીજી અલગ અલગ ચેમ્બરો માં પણ એ. સી. લાગેલી જોવા મળે છે. ત્યારે આ એ. સી. નાં લાઈટ બિલ કોણ ભોગવી રહ્યું છે. એ એક સવાલ હાલ ઉદભવી રહ્યો છે. ત્યારે સરકાર શ્રી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેના આધાર પર વર્ગ-૧ અને વર્ગ -૨ નાં કર્મચારી ઓ પણ જે સરકાર શ્રી દ્વારા ના મળતી સગવડો કચેરી માં ઉભી કરી એનો લાભ લઈ રહ્યા છે. ત્યારે સવાલ એ ઉદભવે છે કે તાલુકા ના વિકાસ માટે નીમવામાં આવેલાં અધિકારી પોતાનો વિકાસ કરી રહ્યા હોય એમ કહી શકાય? જો સરકાર શ્રી દ્વારા અગાઉ ના વર્ષો માં પરિપત્ર બહાર પાડી જણાવવામાં આવ્યું હોય કે અધિકારીઓના ચેમ્બરમાં લાગેલ એ. સી. ની સવલત બંધ કરવામાં આવે તેમ છતાં આવા અમુક અધિકારી પોતાની જાગીરી સમજી ને સરકારી કચેરી માં સવલતો ઉપલબ્ધ કરાવી પોતાની જી હજુરી કરાવી રહ્યા હોય એમ નજરે પડી રહ્યું છે. ત્યારે વહિવટી તંત્ર આ બાબત ને ગંભીતાપૂર્વક લઇ યોગ્ય પગલા સત્વરે લઈ એ જરૂરી જણાઈ રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં તંત્ર દ્વારા શુ પગલાં લેવાશે એ જોવું રહ્યું.

બોક્સ:૧

ચીખલી ના તાલુકા વિકાસ અધિકારી ની ચેમ્બરમાં એ.સી. લાગેલ જોવા મળે છે. ત્યારે કચેરી ના કામ અર્થે આવતાં તાલુકાના નાગરિકો આ ભર ઉનાળામાં પંખા ની હવા ખાઇ રહ્યા છે. જ્યારે તાલુકા ના વિકાસ માટે અને લોકો ના કામો માટે નીમવામાં આવેલ અધિકારી એ.સી. ની હવા ખાઇ રહ્યા છે.

બોક્સ:૨
ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયત નાં વિકાસ ના કામો માં મોટી ઉણપ જોવા મળે છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી એ.સી.ચેમ્બર માંથી બહાર નીકળી આવા કામો ની સમીક્ષા કરી યોગ્ય પગલા લઈ એ સમય ની માંગ ઉઠવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button