BHARUCH
જંબુસર કેન્દ્રમાં 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની કેન્દ્રમાં પ્રથમ આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર થતાં જંબુસર નગરની મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની અને કાવી ગામની વતની સાલેહ મુસજ્જા મહંમદ અલ્તાફે ૮૦.૨૮ ટકા ગુણ મેળવી જંબુસર કેન્દ્રમાં તેમજ મૌલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલમાં પ્રથમ આવી કેન્દ્રનું તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે.
જ્યારે મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલમાં દ્વિતીય ક્રમે દોલા નજનીન સીરાજે ( કાવીવાલા ) ૭૩.૨૮ ટકા ગુણ તેમજ ત્રીજા ક્રમે ચૌહાણ નોરીન લીયાકતે ૭૧ ટકા ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





