ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ના અધ્યક્ષ સ્થાને પાલનપુર સર્કિટ હાઉસમાં પ્રેસ વાર્તા યોજાઇ

1 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ના અધ્યક્ષ સ્થાને પાલનપુર સર્કિટ હાઉસમાં પ્રેસ વાર્તા યોજાઇગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા તેમજ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ તેમજ બનાસકાંઠાના કોંગ્રેસ પ્રમુખભરતસીહ વાઘેલા બાપુ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી આગેવાનો સાથે જિલ્લાના પ્રાણ પ્ર શ્નો ની ચર્ચા કરતા બનાસ દર્શનના તંત્રી અનિલ ઠાકર, ફિલ્ડ રિપોર્ટર ગ્રુપ ના પ્રમુખ મહેશભાઈ પ્રજાપતિ અને જિલ્લા ના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવેલ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે અધિકારીઓ કોઈને ગાઠતા નથી રાજ્યમાં નોકરશાહી મજબૂત બનતી જાય છે પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલતા નથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે પત્રકારોએ જિલ્લામાં પાણીની સમસ્યા ઉકેલવા માટે રજૂઆત કરી હતી.આ માહિતિ જતીન ઠાકરે આપી તેમજ ફોટોગ્રાફી બિપિનચંદ્ર જોષી એ કરી હતી.પાલનપુર નગરપાલિકા દ્વારા સીટી બસ હજુ આવેલ ના હોવા છતાં આઠ લાખ રૂપિયા મેન્ટેનન્સ ખર્ચ થયા નું જાણવા મળ્યું છે તેમજ નગરપાલિકાના ભ્રષ્ટાચાર ની ચર્ચા બાબતેના પ્રશ્નોની પણ આ પ્રેસ કોન્ફરન્સમાં છણાવટ કરવામાં આવી હતી. 



