ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૩૪ જેટલા રોજમદારોને નિવૃત્તિ અને પેન્શન તફાવત સહિતના લાભો આપવા હુકમ

તારીખ ૩૦ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
દાહોદ જિલ્લાના ઝાલોદ મુકામે આવેલ મકાન અને માર્ગ વિભાગ પંચાયત માં વર્ષોથી ફરજ બજાવતા ગરીબ અને આદિવાસી રોજમદારોને નિવૃત્તિ સમયે સરકારના નિયત કરેલ નિયમો અનુસાર પેન્શન ચૂકવવાની જોગવાઈઓ હોવા છતાં નિવૃત કામદારોને સરકારશ્રી તરફથી પેન્શન ચૂકવવામાં નિષ્કાળજી દાખવતા ૩૪ જેટલા કામદારોએ કાલોલ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એએસ ભોઈનો સંપર્ક કરી તેમને થયેલા ન્યાય બાબતે રજૂઆત કરતા તેમના વતી તમામ સત્તા અને અધિકારો આપતા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ફેડરેશન દ્વારા કામદારોની નિવૃત્તિ ની તારીખ થી મળવાપાત્ર પેન્શન પેન્શન તફાવત રજાઓ ગ્રેજ્યુટી તેમજ મળવાપાત્ર અન્ય લાભો મેળવવા એડવોકેટ દીપક આર દવે મારફતે એસ સી એ નંબર૪૩૨૯/૨૨ થી વિવાદ ઉપસ્થિત કરેલ જે કેસ ચાલી જતા અરજદારોએ માંગેલી દાદ મંજૂર કરવામાં આવે પરંતુ સરકાર દ્વારા તે હુકમ પડકારવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સરકાર દ્વારા એલપીએ નંબર ર૩૦૧/૨૨ દાખલ કરે જે અરજી ચાલી જતા હુકમ એસ.સી.એ મા અગાઉ થયેલો હુકમ યથાવત રાખેલ તેમ છતાં તે હુકમનું પાલન કરવામાં પણ સરકાર નિષ્ફળ જતા ફેડરેશન દ્વારા હુકમના અનાદર બદલ એમ સી એ અરજી નંબર ૯૬૮/૨૨ દાખલ કરેલ કામદારોએ દાદ મંજુર કરવામાં આવેલ તેમ છતાં સરકારશ્રી તરફથી તેનો સમય મર્યાદામાં અમલ કરવામાં આવેલ ન હતો જેને લઇ ફેડરેશન દ્વારા હુકમના અનાદર બદલ બીજી વાર કોર્ટ ઓફ કન્ટેમ ની કાનૂની કાર્યવાહી હાથ ધરેલ જે કેસ ચાલી જતા હુકમની તારીખથી ત્રણ માસમાં આ કામના મકાન અને માર્ગ વિભાગ રોજમદાર કામદારોને પેન્શન તફાવત રેગ્યુલર પેન્શન ગ્રેજ્યુટી રજાઓ અન્ય ભથ્થાઓ ચૂકવવા માટેનો આદેશ કરવામાં આવેલ અને સમય મર્યાદામાં તે હુકમનો અમલ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો મળવા પાત્ર રકમ ઉપર છ ટકા બેન્કેબલ વ્યાજ ચૂકવવાનો પણ આદેશ કરેલ જે આદેશ નું પણ સરકાર દ્વારા કોઈ સીધે સીધો અમલ કરવામાં નિષ્ફળ જતા જેને લઇ ફેડરેશન દ્વારા હાઇકોર્ટ માં દ્વિતીય સીએ અરજી દાખલ કરવામાં આવેલ જે કેસની સુનાવણી થતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૩૪ કામદારોને તાત્કાલિક અસરથી પેન્શન પેન્શન તફાવત ગ્રેજ્યુટી અને રજાઓ નો પગાર ચૂકવવાન રોજમદારોને તારીખ ૧/૫/૨૩ પહેલા તમામ પ્રકારના બાકી નીકળતાં હક હિસ્સા ચૂકવી આપવા તથા તેના પર છ ટકા બેન્કેબલ વ્યાજ ચૂકવી આપવાનો તાત્કાલિક અસરથી હુકમ કરવામાં આવતા સરકારશ્રી દ્વારા તમામ કામદારોને તેમના બાકી નીકળતા હક કિસ્સાઓની ચુકવણી તારીખ ૨૮/૪/૨૩ તથા ૨૯/૪/૨૩ દિવસોમાં તબક્કા વાર ચુકવણી કરવામાં આવેલ છે આમ વર્ષોથી નિવૃત્ત થયેલ તમામ ગરીબ અને બેરોજગાર આદિવાસી કામદારો તથા તેમના પરિવારમાં ઉત્સુકતા જોવા મળી છે અને વર્ષો બાદ તેમના મળવા પાત્ર કાયદેસરનાના હક કિસ્સાઓ ના નાણા ચૂકવવાની કાર્યવાહીથી કામદાર આલમ અને પરિવારમાં અનેરો આનંદ વ્યાપી ગયો છે.