JETPURRAJKOT

જેતપુરમાં વીજ કરંટ લાગવાથી દંપતીનું મોત નીપજ્યું, ખીરસરા ગામમાં PGVCLમાં રોજમદાર યુવાનનું અકસ્માતે પડતા મોત નિપજ્યું

તા.૩૦ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરનાં ધોરાજી રોડ ઉપર દાઉદ હોસ્પીટલ વિસ્તારમાં એક મકાનમાં સીડીમાંથી વીજ કરંટ લાગતા પતિ પતીનું મોત નિપજ્યા હતા જ્યારે પુત્રવધૂને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી બનાવ સંદર્ભે જેતપુર સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બીજા બનાવમાં જેતપુરનાં ખીરસરા ગામના યુવકનુ અકસ્માતે પડી જતાં તેમનું પણ ધટના સ્થળે મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગેની વિગતો મુજબ જેતપુર શહેરના ધોરાજી રોડ હાજી દાઉદ હોસ્પિટલ વિસ્તારમાં રહેતા અમીનભાઇ હાસમભાઇ તરખેસા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓને એક દીકરો છે. આજે વરસાદી વાતાવરણ હોઈ પોતાના ઘરે મોડી સાંજે તેમના પત્ની રોશનબેન (ઉ.વ.૬૦) ઘરની લોખડની સીડીને અડકતા વીજ કરંટ લાગ્યો હતો. આ વખતે રોશનબેનનાં પતિ અમીનભાઇ તેમજ પુત્રવધુ અફસાનાબેન પણ બચાવવા જતા તેઓને પણ વીજ કરંટ લાગ્યો હતો.રોશનબેન અને અમીનભાઇ બન્ને પતિ અને પતી બેભાન થઈ ગયા હતા.

આ બનાવની જાણ આજુબાજુના રહિશોને થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે જેતપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રોશનબેન (ઉ.વ.૬૦) તથા અમીનભાઇ (ઉ.વ.૬૫) ને મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યા હતા. જ્યારે પુત્રવધુ તરખેસા અફસાનાબેન એજાજભાઈને સા૨વા૨ અર્થે ખસેડવામાં આવી હતી.આ બનાવની જાણ આજુબાજુમાં થતા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. બનાવ અંગે જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં જેતપુર તાલુકાના ખીરસરા ગામની દુઃખદ ઘટના સામે આવી છે. PGVCLમાં રોજમદાર તરીકે કામ કરતા શૈલેષભાઈ વોરા ખીરસરા ગામમાં અકસ્માતે પડી જતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. યુવાનના મોતની જાણ થતાં ગામમા અરેરાટી પ્રસરી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં શૈલેષભાઇના મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.

[wptube id="1252022"]
Back to top button