
ધોડાધ્રોઈ સિંચાઈ યોજના ઓવરફ્લો થતા મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ મુલાકાત લીધી
આજ રોજ ધોડાધ્રોઈ સિંચાઈ યોજના ઓવરફ્લો થતા મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી એ.એલ. સાવલિયા, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, તેમજ અન્ય અધિકારીશ્રીઓદ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન કલેકટરશ્રી દ્વારા ધોડાધ્રોઈ સિંચાઈ યોજનાની સંગ્રહ થયેલ પાણીની અને સિંચાઈ લાભિત વિસ્તાર તેમજ પીવાના પાણીની સમીક્ષા કરી નદી કિનારાના નિચાણવાસના ગામોના સરપંચ તથા આગેવાનો સાથે ચર્ચા કરી તકેદારીના પગલા લેવા સુચન કર્યુ હતું.
[wptube id="1252022"]