
29 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા બહેનો અને દીકરીઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી મહેંદી ક્લાસીસ ના (વર્કશોપ)નું આયોજન કરવામાં આવેલ હતું,જેમાં દીકરીઓ અને બહેનોને મહેંદીની ડીઝાઈન કરતા અને મહેંદીના કોન બનાવતા શીખવવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન ડીસાની જ એક દીકરી માનસીબેન ખત્રી દ્વારા આપવામાં આવ્યું હતું જેવો પોતે મહેંદીમાં એક્સપર્ટ છે. આ વર્કશોપમાં 35 બહેનોએ ભાગ લીધેલ અને તેઓ તેમની પાસે વધુ કોચિંગ પણ લેવાના છે. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ.રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ બિનલબેન માળી મંત્રી હિનલબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન ગિરિજાબેન અગ્રવાલ, કાંતાબેન, ગીતાબેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.માનસીબેન આ વર્ગોની ફી 1100 થી 4100 લેતા હોય છે ,પરંતુ તેમને તેમની સેવા ડીવાઈનમાં વિના મુલ્ય આપી હતી વિનોદ બાંડીવાળા