
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
આરોપીઓ પોલીસ પકડથી દૂર :મહેશ્વરી બ્રધર્સએ રાજસ્થાનના સાંચોર માં પનાહ લીધી હોવાની ચર્ચા,પોલીસની 4 ટીમનો પનો ટૂંકો પડી રહ્યો છે
મોડાસા-હિંમતનગર રોડ પર આવેલ મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં ગત ગુરુવારે બપોરના સુમારે જબરજસ્ત વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગતા આંખના પલકારામાં ગોડાઉન રાખમાં ફેરવાતા ગોડાઉનમાં સેન્ટીંગનું કડિયાકામ કરતા ચાર શ્રમિકો ભડથું બની ગયા હતા ગોડાઉન માલિક દેવકીનંદન અને મહાદેવ મહેશ્વરી સામે માનવવધનો ગુન્હો નોંધાતા બંને બંધુ ભૂગર્ભ ઉતરી ગયા હતા પરિવાર પણ અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયો હતો મહેશ્વરી બ્રધર્સને ઝડપી પાડવા ચાર ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જો કે ઘટનાના 8 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે મહેશ્વરી બ્રધર્સએ રાજસ્થાનના સાંચોર પંથકમાં છુપાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
લાલપુરકંપા નજીક આવેલ મહેશ્વરી ક્રેકર્સ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 4 શ્રમિકો જીવતા હોમાઇ ગયા હતા ગોડાઉન માલિક દેવકીનંદન અને મહાદેવ મહેશ્વરી સામે માનવવધનો ગુન્હો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે પોલીસ પકડથી બચવા હવાતિયાં મારી રહ્યા છે બંને આરોપીને શોધવા પોલીસની ચાર ટીમનો પનો ટૂંકો પડી રહ્યો છે મહેશ્વરી બ્રધર્સએ રાજસ્થાનના સાંચોર પંથકમાં બાહુબલી રાજકીય અગ્રણીના ત્યાં આશરો લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે મહેશ્વરી બંધુ અરવલ્લી જીલ્લા પોલીસતંત્રને હંફાવી રહી છે હાલ સમગ્ર જીલ્લાના લોકો મહેશ્વરી બંધુ પોલીસ ક્યારે ઝડપી પાડશે..? અને તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે અંગે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે
મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં વિસ્ફોટ પછી લાગેલી ભીષણ આગમાં રાજસ્થાની ચાર યુવાન શ્રમિકોના મોત નિપજતા લોકોમાં પણ ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ગોડાઉન આજુબાજુના વિસ્તારના લોકો અત્યારે પણ યાદ કરતાની સાથે ધ્રુજી ઉઠે છે શ્રમિકોના ઘરે માતમ છવાયો છે શ્રમિક પરિવારો પણ પોલીસ સામે ન્યાયની મીટ માંડી બેઠી રહી છે