
તા.૨૮.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
લાયન્સ ક્લબ ઓફ હાલોલ દ્વારા ગોલ્ડન જયુબેલી વર્ષની ઉજવણી તેમજ ડીસ્તિક ગવર્નર ની મુલાકાત હાલોલના ગોધરા રોડ ઉપર આવેલ તુલસી વિલા લાઇફ સિટી ખાતે કરવામાં આવી હતી.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે લા.દિનેશભાઈ સુથાર તથા પાસ.ડીસ્તિક ગવર્નર લા.કિરણબેન જૈન ની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.પ્રસંગ ની શુભ શરૂઆત ભક્તિ ગીત તેમજ દીપ પાર્ગટય કરી કરવામાં આવી હતી.આ પ્રસંગે હાલોલ લાયન્સ ક્લબ નાં મેમ્બર સહિત નગરના મહાનુભવો તેમજ દાતાશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે લાયન્સ ક્લબ ઓફ હાલોલ નાં પ્રમુખ લા. ગૌતમભાઈ જોષી તેમજ સેક્રેટરી શેલેશભાઈ પટેલ,ખજાનચી નારાયણભાઈ વરિયાએ વર્ષ દરમ્યાન ક્લબ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિ ઓનો એહવાલ તેમજ આવનાર દિવસોમાં કરવામાં આવનારી પ્રવૃત્તિ ઓનો પણ એહવાલ રજૂ કર્યો હતો.તેમજ સમૂહ લગ્ન,બ્લડ ડોનેશન કેમ્પ,તેમજ સ્કૂલને દત્તક લઈ વિવિધ સામગ્રી નું વર્ષ દરમ્યાન વિતરણ કરવામાં આવ્યું હતું તેમ જણાવ્યું હતું.આમ લાયન્સ ક્લબ ઓફ હાલોલ દ્વારા ગોલ્ડન જયુબેલી વર્ષની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી.










