LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૩ અરજીનો કરાયો હકારાત્મક નિકાલ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૩ અરજીનો કરાયો હકારાત્મક નિકાલ

જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ મહીસાગર જિલ્લાના કલેકટર કચેરી મિટિંગ હોલ ખાતે કલેકટરની અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ ૧૩ જેટલી અરજીઓ આવેલ હતી, આ તમામ પ્રશ્નોનોના સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં આજરોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ હેઠળ વિવિધ વિભાગો માટેની કુલ ૧૩ ફરીયાદો હતી. આ તમામ ફરીયાદોના અરજદારોના સંબધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેક્ટર દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button