
મોરબી: અયોધ્યાપુરી મેઇન રોડ પરથી યુવાનનો મૃતદેહ મળ્યો, વાલીવારસની શોધખોળ
મોરબી અયોધ્યાપુરી મેઇન રોડ બાલાજી મોબાઇલની દુકાન પાસે રોડ ઉપર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ મોરબી સીટી એ ડીવીઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક યુવકની ઉંમર આશરે ૨૮ વર્ષ હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. શરીરે પાતળો બાંધો વાને ઘંઉ, માથાના ભાગે ટુંકા કાળા વાળ તથા કબુતરી કલરનું પેન્ટ પહેરેલ હતું અને જમણા હાથે ગુજરાતીમા રાજેશ તથા અંગ્રેજીમા R.R.B. તથા કોણી પાસે R. ત્રોફાવેલુ હતું. ત્યારે પોલીસે તેના વાલીવારસનો શોધખોળ શરુ કરી છે.

આ અંગેની તપાસ મોરબી સીટી એ ડીવીઝન પોલીસના પોલીસકર્મીઓ એ.એમ ઝાપડીયા ચલાવી રહ્યા છે. ત્યારે આ અંગેની કોઈ પણ માહિતી પ્રાપ્ત થાય તો એ.એમ ઝાપડીયાના મોબાઈલ નંબર (૯૭૧૪૦ ૬૪૪૧૯ )અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસના ટેલિફોન નંબર (૦૨૮૨૨-૨૩૦૧૮૮ )પર સંપર્ક કરવા નાગરિકો









