MORBIMORBI CITY / TALUKO

લખનઉમાં યોજાયેલ ઇન્ટરનેશનલ સનાતન ધર્મ એવમ એસ્ટ્રોલોજીકલ સમિટમાં મોરબીથી જીગ્નેશ પંડ્યા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

લખનઉમાં યોજાયેલ ઇન્ટરનેશનલ સનાતન ધર્મ એવમ એસ્ટ્રોલોજીકલ સમિટમાં મોરબીથી જીગ્નેશ પંડ્યા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન કેન્દ્ર લખનઉ તેમજ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આયોજિત ભાતખંડે સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના કલામંડપમ ઓડિટોરિયમ લખનઉ માં ઇન્ટરનેશનલ સનાતન ધર્મ એવમ એસ્ટ્રોલોજીકલ સમિટ 2023 નું ભવ્ય આયોજન થયું.જેમાં ઉત્તર પ્રદેશ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બ્રિજેશ પાઠકજી* ઉપસ્થિત રહ્યા હતા તેમ જ પંડિત કે એ દુબે ‘પદ્મેષ’, આચાર્ય ઇન્દુ પ્રકાશ(tv9) આર કે ચતુર્વેદી ,ઉજ્જૈનના મહામંડલેશ્વર મદન વ્યાસજી ,મહામંડલેશ્વરજી કિશોરજી, તેમજ *આચાર્યશ્રી જીગ્નેશભાઈ પંડ્યા* મોરબી વાળા ને વિશેષ અતિથિ તરીકેનું આમંત્રણ હતું જેમાં ભારતના ગોલ્ડ મેડેલીસ્ટ જ્યોતિષ આચાર્યોને તેમજ સંસ્કૃત પાઠશાળાના વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવેલું હતું
જેમાં અનેક વિષયો ઉપર ચર્ચાઓ થઈ સાથે પંચાંગોનું એકીકરણ કેમ કરવું એ વિષય ઉપર શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા કાશીવારા એ પોતાની વિદ્વતા પૂર્ણ શૈલીમાં રજૂઆત કરી જેમાં શાસ્ત્રી શ્રી જીગ્નેશ પંડ્યા ને જ્યોતિષની સર્વોચ્ચ પદવી જ્યોતિષ મહામહોપાધ્યાય અર્પણ કરવામાં આવી. જેમાં ઉત્તર પ્રદેશ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે પણ આશ્વાસન આપ્યું કે બનશે એટલું પંચાંગ અને કેલેન્ડરને સમાવી એકબીજાનું એકીકરણ કરવાનો પ્રયત્ન કરીશું.

 


શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા કાશી વારાણસી ની અંદર સાત વર્ષનો જ્યોતિષ સાહિત્ય તેમજ ભાગવતના વિષયો ઉપર અધ્યયન કરી બનારસ હિન્દુ યુનિવર્સિટી ની અંદર ગોલ્ડ મેડલિસ્ટ છે તેમજ કાશી વિદ્વત પરિષદના આજીવન સદસ્ય છે. ગોવર્ધન પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્યજી નિશ્ચલાનંદ સરસ્વતીના હાથેથી પણ સન્માન થયેલું છે. તેમજ ઇન્ડિયન એસ્ટ્રોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ સન્માનિત થયેલ છે સાથે કાશી વિદ્વત પરિષદના જ્યોતિષ વિષયમાં આર્યભટ્ટ જ્યોતિષ તરીકેની પણ ઉપાધિ પ્રાપ્ત કરેલી છે અને હાલ લખનઉ ની અંદર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જ્યોતિષ મહામહોપાધ્યાય ની પદવી પ્રાપ્ત કરી છે.

[wptube id="1252022"]
Back to top button