લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ચંદ્રયાન-૩ ના ઉતરાણનું જીવંત પ્રસારણ નીહાળવા કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર -ગીર સોમનાથ દ્વારા શ્રી રામમંદિર ઓડિટોરિયમ હોલ, ત્રિવેણી મહાસંગમ રોડ ખાતે ભારતના ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા વિકસાવેલ મિશન ચંદ્રયાન-3નું મૂન સોફ્ટ લેંડિંગ એટલે કે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરાયુ તેનું જીવંત પ્રસારણનું આયોજન જાહેર જનતા માટે રાખવામાં આવ્યુ હતું.આ અંગે વિશેષ માહિતી આપતા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા એ જણાવેલ કે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના (ઇતની શક્તિ હમે દેના દાતા) દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત આમંત્રિત મહેમાન શા. સ્વા.ભક્તિપ્રકાશદાસજી, કાનભાઈ ગઢીયા, વિપુલભાઈ ઠુંમર તથા આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ એમ.જે.સ્વામિનારાયણ હાઇસ્કુલ ની બહેનો દ્વારા (મનુષ્ય તુ બડા મહાન હૈ.) કૃતિ રજૂ કરવામાં આવેલ. આ તકે ઉના થી પધારેલ વિહારભાઈ ધુલ દ્વારામોટીવેશનલ સ્પીચ આપી હાજર સર્વેને મંત્રમુગ્ધ કરી દીધેલ ત્યારબાદ આમોદ્રા વિનય મંદિર શાળાના આચાર્ય એન. બી. ઓઝા દ્વારા પી.પી.ટી. પ્રેઝન્ટેશન દ્વારા ચંદ્રયાન લોન્ચિંગ થી લેન્ડિંગ સુધીની રસપ્રદ માહિતી આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમિક કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા તથા ડી.ડી. પોપટ દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમનાં આશરે ૩૫૦ થી વધુ વિજ્ઞાનરસિક લોકોએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ શાળા,કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો,શિક્ષકો, યુવાનો અને સિનિયર સીટીઝન વગેરે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્ર્મમાં સામેલ તમામ લોકોએ સાંજે 6.04 કલાકે ચન્દ્રયાન- 3 ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થતાંની સાથે જ ‘ભારત માતા કી જય’ અને ‘વંદેમાતરમ’નો જય ઘોષ સાથે ભારતના વૈજ્ઞાનિકોની આ ઐતિહાસિક સિદ્ધિને વધાવી હતી. કાર્યક્રમના અંતમાં ડી. એમ. રામાણી તથા રાહુલભાઈ ઉપાધ્યાય દ્વારા આભાર દર્શન કરવામાં આવેલ. કાર્યક્રમની પૂર્ણાહુતિ હાજર સૌ કોઈએ રાષ્ટ્રગાન બોલી કરવામાં આવેલ.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ






