
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ ફોર સેવા અને કૃષિ મહાવિદ્યાલયનાં સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર અને થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં યુવાનોએ ભારે ઉત્સાહપૂર્વક રક્તદાન તેમજ થેલેસેમિયાનું ચેકઅપ કરાવ્યુ હતુ.આ રક્તદાન શિબિરમાં લગભગ 56 યુનિટ જેટલું રક્ત પણ બ્લડ બેન્ક દ્વારા એકત્ર કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલયનાં આચાર્ય ડો.જયેશ પસ્તાગિયા , અમદાવાદથી પધારેલ રેડ ક્રોસ સોસાયટીનાં થેલેસેમિયા પ્રોગ્રામ મેનેજર મિતેશ મહિડા અને વલસાડ બ્લડ બેન્કનાં ડો.અભિષેક મિસ્ત્રીએ થેલેસેમિયા ચેકઅપ અને રક્તદાનનું મહત્વ સમજાવી સૌ યુવાનોને થેલેસેમિયા ચેકઅપ તેમજ રક્તદાન કરવા માટે જાગૃત કર્યા હતા.
આ કાર્યક્રમમાં વિશેષ રૂપથી પધારેલ ગુજરાત પ્રાંતનાં SFS સહસંયોજક યોગીનાથભાઈ લક્ષ્મણ એ SFS દ્વારા ચાલતા કાર્યક્રમ વિશે પણ સૌને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન ABVP વઘઈ નગરનાં નગર સહમંત્રી કેશવભાઈ કશ્યપ,ડાંગ જિલ્લાના સંગઠન મંત્રી વિશ્વરાજસિંહ પરમાર અને ભાગ સંયોજક દાનિલભાઈ બરડેએ કર્યું હતુ..