
તા.૨૬.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
મહારાણા પ્રતાપ સેના દ્વારા આજે હાલોલ મામલતદાર ને રાજ્યને મદદ કરનાર નો રક્ષણ કરવા બદલે ભક્ષણ નો માર્ગ છોડતા યુવાનોની પ્રોત્સાહિત કરવા બાબતનું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.મહારાણા પ્રતાપ સેના દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યું હતું કે સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફલ રહી છે અનેક પેપર ફૂટવા અને પરીક્ષા બાયકોટ કરવી પડી છે ત્યારે રાજ્ય સરકાર શરમ જનક સ્થિતિમાં મૂકાઈ ગઈ છે.અનેકો યુવાનોની તૈયારીઓ ઉપર આશા ફરમાનો પર પાણી ફરી વળ્યુ છે આવા દરેક પ્રસંગે યુવરાજસિંહ જાડેજા એ પુરાવા જાહેર કર્યા એનાથી સરકારને ગુનેગારો સુધી પહોંચવા ની કળી મળી છે.દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડીને એને મોટા મગર મચ્છો સુધી પહોંચવા ની તસદી લીધી નથી.ખરેખર તો રાજ્યના યુવાનો નાં સપનાને જીવત દાન આપવા એમની આશાઓ લાવી રાખવા બદલ યુવરાજસિંહ નું બહુમાન થવું જોઈએ એના બદલે જેમને કારને કોભાંડીઓ પકડાયા એની તરફ તો સ્વભાવિક કોંભાડી આરોપીઓ આંગળી ચીંધે જે ખુદ આરોપી ગુનેગાર છે.અને નિવેદનના આધારે યુવરાજસિહને આરોપી બનાવવા ગુનો દાખલ કરવાને ધરપકડ કરી રિમાન્ડ માંગવા એ રાજ્ય સરકાર ની નિષ્ઠા વિશે શંકા ઊભી કરે છે.રાજ્ય સરકાર યુવરાજસિંહ તરફ સંપૂર્ણ ધ્યાન વાળી ને મુખ્ય મોટા માથાઓ જે અત્યાર સુધી નાં પેપર લીક ડમી કાંડ અને બોગસ ભરતીઓ સાથે સંકળાયેલા હોય તેઓને બચાવવા નો પ્રયાસ કરી રહ્યા છે.જેને લઇ યુવરાજસિંહ પર નો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે અને સમગ્ર કાંડ ની પોલીસને બદલે હાઇકોર્ટ,નિવૃત્ત સુપ્રીમ કોર્ટ ન્યાયધીશ ની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવે તેમજ તમામ પેપર લીક ડમી કાંડ ડમી પ્રમાણ પત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતી બાબતો માટે સ્પેશ્યલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવા માટે આજે મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું.










