NAVSARI

નવસારી ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમમાં ૧૬ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો

 

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | નવસારી લોકપ્રશ્નોના ઝડપી નિરાકરણ એટલે સ્વાગત કાર્યક્રમ. સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત આજરોજ ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે નવસારી ગ્રામ્યનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, નવસારી ખાતે યોજાયો હતો.
આ સ્વાગત કાર્યક્રમમાં કુલ ૨૪ અરજીઓ લેવામાં આવી હતી. જે પૈકી ૧૬ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. બાકીની અરજીઓનો ચોકકસ સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવશે તે માટે કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી રાજેશ બોરડ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રી વિભૂતિબેન સેવક, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત આજરોજ ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે નવસારી ગ્રામ્યનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, નવસારી ખાતે યોજાયો હતો.
આ સ્વાગત કાર્યક્રમમાં કુલ ૨૪ અરજીઓ લેવામાં આવી હતી. જે પૈકી ૧૬ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. બાકીની અરજીઓનો ચોકકસ સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવશે તે માટે કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી રાજેશ બોરડ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રી વિભૂતિબેન સેવક, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button