MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત અડધો ડઝન પત્તા પ્રેમી ઝડપાયા

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત અડધો ડઝન પત્તા પ્રેમી ઝડપાયા

વાંકાનેર અહીં આવેલા નવા પરા વિસ્તારમાં ખડિયામાં જાહેરમાં હાર જીતનો જુગાર રમી રહેલા બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની વાંકાનેર સીટી પોલીસે ધરપકડ કરી છે જેની જાણવા મળતી વિગત એવી છે કે વાંકાનેર શહેર પોલીસ ની હદમાં આવેલા નવાપરા વિસ્તારમાં ખડીયા થી ઓળખાતા પરામાં જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી પાડ્યા છે જેમાં બે મહિલા પણ ઝડપાય છે દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર શહેર પોલીસ કે એમ છાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શનથી વાંકાનેર સિટી પોલીસની હદમાં ડી સ્ટાફ ની ટીમ દ્વારા સતત કડક પેટ્રોલિંગ હાથ ધરતા વાંકાનેર ના નવાપરા વિસ્તાર ખડીયા ખાતે 15.490 ના મુદ્દા માલ સાથે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓની જુગાર ધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે

[wptube id="1252022"]
Back to top button