યતિવર્ય શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ મગરવાડા ની અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી

23 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ભારત ભરમાં કાર્યરત 137હિન્દુ સંપ્રદાયોના પ્રતિનિધિઓ થી બનેલ પરમ પૂજ્ય સંતોનું વિરાટ મહાન સંગઠન ની બેઠક તાજેતરમાં પ્રમુખ પરમપૂજ્ય શ્રી નૌતમ સ્વામી ની અધ્યક્ષતા માં યોજાઈ હતી, જેમાં ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી તરીકે શ્રી માણિભદ્રવીર તીર્થસ્થાન મગરવાડા ગાદીપતિ યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ ની વરણી કરવામાં આવી હતી.જેનો સમગ્ર ગુજરાતમાં સવૅત્ર આવકાર સોંપડી રહ્યો છે.દરમિયાન વડગામ તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ બાલકૃષ્ણ જીરાલા, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પદાધિકારી પરબત સિંહ ઠાકોર સકલાણા,મહેશભાઈ પઢીયાર, પાટણ લોકસભા મિડિયાસેલ ઇન્ચાર્જ પુષ્કર ગોસ્વામી સહિત અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ ને આવકારી વિશિષ્ટ સન્માન કયું હતું.



