હાલોલ:ટોટો ઈન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લીમીટેડ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો,60 કર્મચારીઓ બ્લડ ડોનેશન કર્યું

તા.૨૧.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલમાં આવેલ ટોટો ઈન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લીમીટેડ હાલોલ અને તાલુકા આરોગ્ય કચેરી હાલોલના સયુંકત ઉપક્રમે તેમજ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા ના સયુંકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા ટોટો ઈન્ડીયા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ ના એચ.આર.પ્રદીપ બારોટ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.શરદકુમાર એસ.શર્મા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માંથી ડો.ચૌહાણ અને ટિમ હાજર રહ્યા હતા.રક્તદાન શિબિર નો મુખ્ય હેતુ ગામડાના સગર્ભા મહિલાઓમાં લોહીની ઉણપ હોય તેવા જરૂરિયાતમંદ મહિલાઓને મદદના ઉમદા હેતુથી સાથે ટોટો ઇન્ડિયા કંપનીના કુલ 60 કર્મચારી મિત્રોએ રક્તદાન કર્યું હતું.આ કાર્યક્રમના સંકલનની કામગીરી કંપનીના એચ.આર ડિપાર્ટમેન્ટના પ્રદીપભાઈ બારોટ અને ઇએચએસ ડિપાર્ટમેન્ટ દ્વારા સીએસઆર ના ભાગરૂપ કરવામાં આવેલ હતું .તમામ સદસ્યો તથા કાર્યક્રમમાં સહભાગી થનાર તમામનો આભાર માન્યો હતો.










