BANASKANTHAPALANPUR
વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ દ્વારા રાજ્યસભા સાંસદ ઠાકોર જુગલ સિંહ લોખંડવાલા નું સન્માન કરવામાં આવ્યું

19 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ પ્રમુખ રામજીભાઈ વિ.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઈ ગોળ (બાવલચુડી) મંત્રી ધનરાજભાઈ પટેલ (વરસડા) જેઠાભાઈ ડી.ડેકલીયા દ્વારા ગતરોજ રાજ્યસભા સાંસદ ઠાકોર જુગલ સિંહ લોખંડવાલા ની શુભેચ્છા મુલાકાત કરી, સન્માન કયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પદાધિકારી પરબત સિંહ ઠાકોર (સકલાણા), તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ બાલકૃષ્ણ એમ. જીરાલા (ધોતા ) સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ આર.વિ.પટેલેવડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
[wptube id="1252022"]



