કાલોલ તાલુકામાં પાંચ માસના બાળકને પોતાની માતાને પરત સોંપાવતી ૧૮૧ અભયમ ટીમ.
તારીખ ૧૮ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહલ જિલ્લા ના કાલોલ તાલુકાના એક વિસ્તાર માંથી એક મહિલાએ ૧૮૧અભયમ્ મહિલા હેલપલાઇન પર કૉલ કરી જણાવ્યુ હતું કે મારું પાંચ માસનું બાળક મારા પતિએ રસ્તામાં આવી ઝુંટવી લીધું છે. મને ધરમાં આવવા દેતા નથી. મારા બાળકની તબિયત પણ સારી નથી. બાળક વિના રહી શકું તેમ નથી તે માટે મદદ જોઈએ છે ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કૉલ આવતાં ની થોડી જ ક્ષણોમાં ૧૮૧ અભયમ ટીમ નાં કાઉન્સેલર મધુબેન, કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ટીમ સહિત તાત્કાલિક ધટના સ્થળે પહોંચી પીડિતા બહેનનુ કાઉન્સિલીંગ કર્યું હતું.પીડિતા બહેને જણાવ્યુ હતું કે મારા લગ્નને આશરે એક વર્ષ જેવું થયું છે.અને તે રોતા રોતા જણાવતા હતા કે બાળક માટે જીવ જોખમ માં મુકી ઑપરેશનકરી દીકરીનું મોં જયું છે.તેની સંભાળ પણ પૂરી રાખું છુ પરંતું દિકરી ની ડિલિવરી દરમ્યાન સમાજના રિતી-રીવાજ મુજબ બાળક એક વર્ષ નું થાય ત્યાં સુધી પિયરમાં રહેવાનું હોઈ છે.તેથી બહેન તેના પીયરમાં રહે છે પરંતું બાળકી ની સારવાર ચાલુ હોવા છતાંય તેના પતિ રસ્તામાં મળતાં બાળકીને હોસ્પિટલ સારવાર નાં બહાને બહેન સાથે ઝધડો કરી બાળકને ઝુંટવી લઈ ભાગી આવ્યાં હતાં. અને મારકુટ કરતાં તે પિયર ચાલ્યા ગયા હતા. આ પાંચ માસની બાળકી પતિ આપતા ન હતા.પછી મહિલા તેના માતા-પિતા સાથે સાસરિયાં માં આવી હતી.જ્યારે ૧૮૧ ટીમ નાં કાઉન્સેલર દ્વારા કાઉન્સિલીંગ કરતાં જાણ્યું કે તેમની સાસરી અને પિયર નજીકમાં જ છે અને તેમના સગામા જ તેમના લગ્ન થયેલ છે અને એક જ વિસ્તાર માં રહે છે. ત્યારબાદ પીડિતા બહેનના સાસુ-સાસરાની પૂછપરછ કરતાં આ બાળક નહી આપવાના બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમને સમજાવી આ પાંચ માસનું છે માતા વિના નહી રહી શકે તેને આપીદેવું જોઈએ તેમ સમજાવ્યુ હતુ.પછી ૧૮૧ ટીમ નાં કાઉન્સેલર દ્વારા કાયદાકિય માહિતી આપવામાં આવી હતી કે આ પાંચ માસ ના બાળકને માતા પાસે થી નાં ઝુંટવી લેવાય. અને નાનું બાળક પોતાની માતા સાથે જ રહી શકે છે તેવી જાણકારી અને સમજ આપતા પોતાની ભુલ સમજાઈ હતી.પછી આ બાળક સાસરી પક્ષએ નેમની વહુને સોંપ્યું હતું. અને સમાજ ના નિયમ મુજબ બાળકના એક વર્ષમાં બીજા પાંચ માસ ઓછા છે તેથી તેમને હેરાન નહી કરવું જોઇએ. આમ તેમનું સફળ કાઉન્સિલીંગ કરી પતિ- પત્ની અને સાસરિયાના સભ્યોને સમજાવી તેમનું સમાધાન કરાવ્યું હતું.ત્યારબાદ બહેનને બાળક લઈ પિયરમાં મોકલ્યા હતા. મહિલા પાંચ માસ બાદ સાસરે આવશે ત્યારે પણ કોઈ પણ પ્રકારની હેરાનગતી નહી કરશે જેની બાહેંધરી આપવામાં આવી હતી. ત્યારબાદ પીડિતા ને પોતાનું બાળક પરત મળતાં પરિવાર સહીત તમામે ૧૮૧ મહિલા હેલપલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.









