શ્રી બત્રીસી પુરોહિત સમાજ દ્વારા આયોજિત શ્રી ૧૦૦૮ શિવાનંદજી મહારાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યોજાયું

18 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
શ્રી બત્રીસી પુરોહિત સમાજ દ્વારા આયોજિત શ્રી ૧૦૦૮ શિવાનંદજી મહારાજ ક્રિકેટ ટુર્નામેન્ટ પાલનપુર સીઝન-2નું બે દિવસનું આયોજન થયું જેમાં મુખ્ય મહેમાન તરીકે પાલનપુર ના ધારાસભ્ય શ્રી અનીકેતભાઈ ઠાકર ભાવેશભાઈ જોશી સાહેબ PI , નગરપાલિકા પ્રમુખ કિરણબેન રાવલ, ગણપતલાલ પુરોહિત પાંથાવાડા APMC વા.ચેરમેન તેમજ સમાજ ના આગેવાન હાજર રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ મેચ શ્રી રામ ઇલેવન નવસારી અને શ્રી રામ ઇલેવન મેવાડા વચ્ચે રમાઇ હતી જેમાં શ્રી રામ ઇલેવન નવસારી ની ટીમએ જીત મેળવી હતી.આદરણીય ગુરુદેવોના આશીર્વાદ, સમાજના વડીલોના માર્ગદર્શન અને યુવા મિત્રોના સહયોગથી અને મહેનતના કારણે આ આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું અને દરેક સમાજ બંધુઓએ ખૂબ સારો સહયોગ કર્યો, એ બદલ સૌ વડીલો અને યુવા મિત્રોનો કમિટી વતી ખુબ ખુબ આભાર સહ.જીતનાર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.



