
તા.૧૭.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે અટક દરવાજા પાસે જંગલમાં એક યુવક યુવતીએ એક સાથે દુપટ્ટાનો ગાળીઓ બનાવી ઝાડ ઉપર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે પાવાગઢ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોહચી મૃતક યુવક યુવતી ને નીચે ઉતારી ઓળખ છતી કરતા કાલોલ તાલુકાના રોયણ ગામ નો યુવક અને ઘોંઘબા તાલુકાના મોગાધારા ગામની યુવતી હોવાનું બહાર આવ્યું હતું.અને આ બંને એક બીજા ના પ્રેમ માં હતા તેમ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ કરાવી તેમના પરિવારને સોંપ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર પાવાગઢ ડુંગર પર ચઢવાના રસ્તા ઉપર અટક દરવાજા નજીક જંગલ માં એક યુવક યુવતી એક ઝાડ ઉપર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણ પાવાગઢ પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી આવી હતી.તપાસ કરતા કાલોલ તાલુકાના રોયણ નાંદરખાનો કિરણ ધીરુભાઈ રાઠવા તથા ઘોંઘબા તાલુકાના મોગાધારા ગામની ચાસણાં ભુરાભાઇ બારીયા હોવાનું જાણવા મળી આવતા બંને ના પરીવારજનોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તેઓ ને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કિરણ કોલેજ માં અભ્યાસ કરતો હતો અને આ છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતો.પરંતુ કિરણ નું લગ્ન અન્ય છોકરી સાથે 10 દિવસ પહેલા 6 એપ્રિલ ના રોજ કરી દેતા પ્રિયતમા સાથે લગ્ન કરવાનું સ્વપનું તૂટી જતા એક બીજા સાથે જીવન જીવવા મરવા માટે તત્પર પ્રેમીઓ ને લાગી આવતા ભલે સાથે જીવી ના શકીએ તો સાથે મારી જવા ના એમ સાથે ગતરોજ કિરણ રાઠવા અને ચાસણાં બારીયા ગતરોજ ઘરે થી નીકળી ગયા હતા.અને પાવાગઢ ખાતે આવી અટક દરવાજા નજીક જંગલ માં એક સાથે દુપટ્ટાનો ગાળીઓ બનાવી ઝાડ ઉપર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.જોકે કિરણે તેની પ્રેમિકા સાથે આત્મહત્યા કરી લેતા 10 દિવસ પહેલા જ લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડયા હતા તે જીવન સાથી નું પણ સ્વપનું રોળાઈ ગયું હતું.બનાવ ને લઇ પાવાગઢ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી મૃતકોને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ કરાવી તેમના પરિવાર ને સોંપ્યો હતો. બનેલી ઘટના ના ને પગલે બંને પરીવારો માં ભારે શોક ની લાગણી ફેલાઈ જવા પામી હતી.











