MORBIMORBI CITY / TALUKO

મોરબી : સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા અગત્યની મીટીંગ-ધર્મસભાનું આયોજન

સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ મોરબી દ્વારા સમસ્ત જ્ઞાતિજનોની અગત્યની મીટીંગ અને ધર્મસભાનું આયોજન તા. ૧૮ એપ્રિલને મંગળવારે સાંજે ૪ થી ૭ કલાક સુધી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજની જગ્યા, રવાપર રોડ, કેનાલ ચોકડીથી લીલાપર તરફ જતા કેનાલ રોડ મોરબી ખાતે યોજાશે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજના ઉત્કર્ષ માટે સમાજ ભવન બનાવવામાટે સરકાર દ્વારા સમાજના ટ્રસ્ટને જમીનનો કબજો સોપી દીધો છે જેથી જગ્યા પર સમાજના ભાવિ વિકાસને ધ્યાને લઈને જગ્યા પર શિક્ષણ માટે સ્કૂલ, છાત્રાલય અને બોડીંગ તેમજ સમાજવાડી ઉભું કરવાનું આયોજન કરવાનું હોય જેની ચર્ચા વિચારણા મીટીંગમાં કરવામાં આવશે

જે મીટીંગ અને ધર્મસભામાં સમાજના ધર્મગુરુ શ્રી માનવંતા શ્રી વડવાળા મંદિર દૂધરેજના મહંતશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી કણીરામ બાપુના અધ્યક્ષસ્થાને તેમજ દુધઈ વડવાળાના મહંત શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રામબાલકદાસ બાપુ તેમજ મેસરિયાના મહંતશ્રી બંસીદાસબાપુ તથા અદેપર મઢના ભુવા આતાશ્રી સવા આતા તેમજ ખાનકોટડા મઢના ભુવા આતાશ્રી લખમણ આતા તથા અન્ય ભૂવાઓ તેમજ સમાજના વડીલો, યુવાનો ઉપસ્થિત રહેશે જેથી જ્ઞાતિજનોએ મીટીંગમાં હાજરી આપવા જણાવ્યું છે તેમજ મીટીંગ પૂર્ણ થયા બાદ ભોજન વ્યવસ્થા રાખેલ

[wptube id="1252022"]
Back to top button