કાલોલમાં પયગંબર સાહેબના દામાદ હજરત મોલા અલી ના ઉર્ષની અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્રારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી.

તારીખ ૧૪ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ ના દામાદ અને ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હજરત સૈયદ મોલા અલી રમજાન માસ ની ૨૧ તારીખે સમગ્ર ભારતમાં સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકો દ્રારા ઉર્સે ની ઉજવણી કરવામાં આવે છે.તેને લઈ ગુરુવાર ના રોજ કાલોલ નગર ખાતે ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન મુજબ અઝીમી ફેન્ડ સર્કલ દ્રારા સૈયદ મોલા અલી ઉર્સના મોકા પર હજારો ની ઉપસ્થિતમાં જુમ્મા મસ્જીદ પાસેથી જુલુશ મોડી સાંજે પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ પરત નુરાની ચોકમાં આવી હજરત સૈયદ મોલા અલી રદ્દીઅલ્લાહો તાલાહ અન્હો નો જીક્રર શરીફ કરી સાથે સલાતો સલામ પછી દુવા માગી જુલુસ સભાના રૂપમાં ફેરવાયુ હતુ. બીજી બાજુ જશ્ને ઇદે મિલાદ કમેટી દ્વારા બાદ નમાઝે તરાહબી પછી હઝરત સૈયદ ના અમીરુલ મોમીનુલ મોલા અલી ના ઉર્ષની ઉજવણીની અંતર્ગત નીયાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં અકીદોમંદ ઉપસ્થિત રહ્યા હતા અને તેવો ને નિયાઝની વહેંચણી કરવામાં આવી હતી.










