ARAVALLIMODASA

અરવલ્લી : મિશન 2024 અંતર્ગત વન ડે વન ડીસ્ટ્રીક અંતર્ગત માનનીય મુખ્યમંત્રીનું અરવલ્લી જિલ્લામાં આગમન

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મિશન 2024 અંતર્ગત વન ડે વન ડીસ્ટ્રીક અંતર્ગત માનનીય મુખ્યમંત્રીનું અરવલ્લી જિલ્લામાં આગમન

માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અરવલ્લી જિલ્લામાં હેલિપેડ ખાતે આગમન થયું. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત તેમજ જિલ્લામાં પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.મુખ્યમંત્રીશ્રી આ મુલાકાત દરમિયાન અરવલ્લી જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી આ બેઠકમાં જિલ્લામાં ચાલતી લોકહિતની યોજનાઓ, સામાન્ય જનતાના પ્રશ્નો, વહીવટી કામગીરી અંગે ચર્ચા કરી હતી ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અરવલ્લીના મોડાસા ખાતે નિર્માણાધિન બસ સ્ટેન્ડની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ  અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેમણે મોડાસા ખાતે નિર્માણાધિન બસ સ્ટેન્ડની મુલાકાત કરી. કોન્ટ્રાકટર અને અધિકારી સાથે વાતચીત કરી બસ સ્ટેન્ડના બાંધકામની કામગીરીની સમીક્ષા કરી હતી

આ મુલાકાત દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય પી.સી.બરાંડા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button