
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ઘોડવહળ ગામે હનુમાન જન્મ મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન હોમ હવનમાં વિધર્મીઓ દ્વારા ભંગ કરવા બાબતે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ…
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ઘોડવહળ ગામનાં ગ્રામજનોએ આજરોજ ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ છે કે ઘોડવહળ ગામે તા.05/04/2023થી 06/04/2023નાં રોજ હનુમાન જયંતિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.જેથી ગ્રામજનો વતી તારીખ 05/04/23નાં રોજ હનુમાનજી જયંતિ નિમિત્તે રાત્રે ભજન કિર્તનનો કાર્યક્રમ રાખેલ હતો.જે ગામના તમામ લોકોને અગાઉથી જાણ કરી હતી છતા પણ કાર્યક્રમ દરમ્યાન ગામના જ વિધર્મી દ્વારા જાનીજોઈને હિંદુ સમાજને ઉશ્કેરવાનાં પ્રયત્ન રૂપે કાર્યક્રમમાં ભંગ કરવામાં આવ્યો હતો. છતાં ગ્રામજનોએ શાંતી રાખી કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. પરંતુ તારીખ 06/04/2023નાં રોજ યજ્ઞ અને હવન દરમ્યાન મંડપમાં આવી ગાળીગલોચ તથા ઝપાઝપી કરી હતી.અહી અમારા વડિલો દ્વારા એમને સમજાવવામાં આવ્યા કે આપણે એક મહિના અગાઉ સૌના સહકારથી પાંચ વર્ષ પછી હનુમાનજી જન્મોત્સવ ઉજવવાનું નકકી કરેલ હતુ.તેમ છતા પણ અમારા હોમ હવનના કાર્યક્રમ દરમ્યાન તોફાન કરવાના ઈરાદાથી 20-25ની ટોળી દ્વારા અમારા શાંતિથી ચાલતા કાર્યક્રમમાં સામે ચાલીને ખલેલ પહોચાડવાનાં બદઈરાદા પુર્વક આવી પહોંચ્યા હતા.આ બાબતે અરજી લઈને અમો દ્વારા સાપુતારા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી.વધુમાં અમે અમારા ગામમાં વર્ષોથી શાંતીથી રેહતા આવ્યા છીએ.ઘોડવહળ ગામમાં કાયદેસર એકપણ ખ્રિસ્તી પરીવાર નથી છતા ગામમાં બીન કાયદેસર ચર્ચ છે.અને ચર્ચના કારણે વારંવાર બહારથી આવેલ વિધર્મી લોકો દ્વારા અમારા ગામના જ લોકોને અમારા વિરૂધ્ધ ભડકાવીને શાંતિ ડોહળવાનો પ્રયત્ન ચાલી રહેલ છે.જે આવનારા દિવસોમાં સૌ હળી મળીને રહેતા ગ્રામજનો માટે ઘાતક છે.તથા માઈક વગાડવાની કોઈપણ પરવાનગી લીધા વગર અઠવાડીયામાં 2 વખત મોટા અવાજે માઈક લગાવીને ગીતો વગાડે છે.ગામ લોકોએ વિદ્યાર્થીઓની પરિક્ષા હોવાના કારણે અવાજ ઓછું રાખો એમ કહેતા સામે ચાલીને ઝગડો કરે છે.અને અમે અવાજ કોઈ સંજોગોમા ઓછું નહી કરીશુ. તમારે જે કરવું હોય તેમ કહી વિવાદ ઉભો કરવામાં આવે છે.આ ઘટના બાદ ગામના હિંદુઓના ભાવનાને ખુબ ઠેસ પહોંચી છે. અને ગામનો માહોલ ખરાબ થયો છે.જેથી ગ્રામજનોએ ઘોડવહળ ગામનું બિનકાયદેસર ચાલતું ચર્ચ બંધ થાય એવી માંગણી કરી છે.તથા જો આ પ્રશ્નનો નિરાકારણ કરવામાં નહી આવે તો ગામમાં સંઘર્ષ થશે તો જવાબદાર કોણ રહેશેનું પણ જણાવ્યુ છે..