
11 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા જરૂરિયાતમંદ બાળકોને આ ગરમીની સિઝનમાં કેરીનો રસ ,પુરી અને બટાકાની ભાજી જમાડવામાં આવ્યા જેમાં આશા કિરણ સ્કૂલ ના 32 બાળકો ,તેમજ જલારામ મંદિર થી લઈને ટાફે શોરૂમ ની વચ્ચે આવતા 50 ગરીબ બાળકોએ તેનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ ડૉ. બિનલબેન માળી ,મંત્રી હિનલબેન અગ્રવાલ ,પ્રોજેક્ટ ચેરમેન ફાલ્ગુનીબેન ઠક્કર કાંતાબેન ,ગીતાબેન ,અલ્પાબેન તેમજ દીવા સલુન એકેડેમીની બહેનો તેમજ બિંગ્સ ટુગેધરના સભ્યોનો ખૂબ જ સહકાર મળ્યો હતો.આ સમગ્ર જમણવાર અમારા ઉત્સાહિ મેમ્બર અને દાતા ફાલ્ગુનીબેનના ધરે યોજવામાં આવ્યો હતો ,તેમને બધા બાળકોને કંકુ તિલકથી આવકાર્યા હતા આ અંગે, વિનોદભાઈ બાંડીવાળાએ જણાવ્યું હતું. 
[wptube id="1252022"]



