કાલોલ નગરપાલિકા ના પુર્વ પ્રમુખ દ્વારા વિનામૂલ્યે અંદાજીત એક હજાર પાણીનાં કુંડા ઓનું વિતરણ.

તારીખ ૧૦ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાના પુર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય દ્વારા પશુપક્ષી અને પર્યાવરણ પ્રેમી જનતાને નગરપાલિકામાં સમાવિષ્ઠ દરેક વિસ્તારની સોસાયટીઓ ખાતે વિનામૂલ્યે પક્ષીઓનાં પાણીનાં અંદાજીત એક હજાર કુંડા ઓ વિતરણ કરવામાં આવ્યાં હતાં
અત્યારના ઉનાળામાં ધોમ ધખતા તાપમાં પક્ષીઓને માટે પક્ષીઓની તૃષા સંતૃપ્ત કરવા પાણી નાં કુંડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતા કાલોલ ની જનતાને આ પક્ષીઓનાં પાણીનાં કુંડા પોતાના ઘરે લઈ જઈ આ સેવાકાર્યમાં સહભાગી બનેલી કાલોલ શહેરની વિવિધ વિસ્તારોની બહેનો વતી પુર્વ નગરપાલિકાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય દ્વારા હર્ષની લાગણી વ્યકત કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ પણ દર વર્ષે ઉનાળાની ગરમીમાં કુંડાનું વિતરણ અને વૃક્ષારોપણ સાથે લોકલ ફોર વોકલ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાયના છાણમાંથી બનેલા ૩૦૦૦ દીવા તથા ગીતા જયંતિ નિમિતે ૧૦૧ ગીતાજી નું પણ વિતરણ કરેલ છે ભારતીય સંસ્કૃતિ ને આગવું સ્થાન આપી ને હમેશા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવી એ જ પુર્વ પ્રમુખ નું મુખ્ય ધ્યેય રહેલ છે.










