NATIONAL

છત્રપતિ શિવાજીની પ્રતિમાને અસામાજિક તત્વો એ નુકસાન પહોંચાડ્યું

તમિલનાડુંના કન્યાકુમારી જિલ્લામાં અજ્ઞાત બદમાશોએ 8 એપ્રિલના રોજ મોડી રાત્રે છત્રપતિ શિવાજીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું.

આ અંગે કન્યાકુમારી SP  હરિ કિરણ પ્રસાદે કહ્યું કે પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી છે કે નહીં તે અમને ખબર નથી. છત્રપતિ શિવાજીની પ્રતિમાને થોડું નુકસાન થયું છે. અમે કેસ નોંધ્યો છે અને તે શોધવા માટે એક ટીમ બનાવી છે કે શું આ બદમાશો એ કર્યું છે કે પ્રતિમા ખંડિત થવા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ

બીજી બાજુ કન્યાકુમારી જિલ્લામાં કુલીતુરાઈ નજીક વટ્ટાવિલાઈ ખાતે છત્રપતિ શિવાજીની પ્રતિમાને તોડફોડ કરનારા બદમાશોની ધરપકડની માંગ સાથે કન્યાકુમારી જિલ્લામાં લોકો ભેગા થયા હતા અને પ્રદર્શન કર્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button