AHAVADANG

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા ચીખલી વાસુર્ણા ફાટક પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગપ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિકથી પરત વતન જઈ રહેલા અમદાવાદી પરિવારની નેક્સન ગાડી.ન.જી.જે.01.ડબ્લ્યુ.એ.8530ને સાપુતારાથી વઘઇને જોડતા ચિખલી વાસુર્ણા ફાટક પાસેનાં વળાંકમાં સામેથી સેલેરિયો ગાડી.ન.એમ.એચ.12.પી.ટી.0920ને ટક્કર મારતા સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવનાં પગલે નેક્શન ગાડીની એરબેગ ખુલી જવાની સાથે માર્ગમાં ફંગોળાઈ જતા સામેથી આવી રહેલ ત્રીજી વોક્સવેગન ગાડી.ન.જી.જે.06.કે.ડી.3367 પણ આ ગાડીઓ જોડે અથડાતા ઘટના સ્થળે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ત્રણેય ગાડીઓને નુકસાન થયુ હતુ.જ્યારે નેક્શન ગાડીમાં સવાર અમદાવાદી પરિવારને નાની મોટી ઈજાઓ પોહચી હતી.આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે સેલેરીયો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button