
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
સમસ્ત રાજયનાં જિલ્લાઓમાં આજરોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા હોય જેથી પરિક્ષાર્થીઓ ખાનગી વાહનો સહિત એસ.ટી બસોમાં સવાર થઈ જે તે પરીક્ષાકેન્દ્રો પર જવા માટે રવાના થયા હતા.આજરોજ ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં શિવઘાટના વળાંકમાં પરિક્ષાર્થીઓ ભરેલી જી.જે.30 એ.1924 નંબરની ટાવેરાની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો.આ ટાવેરા માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ માંડ માંડ પલ્ટી ખાતા બચી ગઈ હતી.સદ નસીબે આ અકસ્માતમાં કોઈને જાન હાનિ થઈ ન હતી.આ બનાવની જાણ ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લાનાં ભાજપાનાં મહામંત્રી હરિરામ સાંવત તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.અહી નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને ભાજપાનાં મહામંત્રી હરિરામભાઈ સાંવત દ્વારા તેઓની ખાનગી ગાડીમાં પરીક્ષાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવાની સગવડ કરતા પરીક્ષાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.વધુમાં આજરોજ ડાંગ જિલ્લાના જુદા જુદા સત્તર જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર 5910 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાનાં હોય જેથી કોઈ પરીક્ષાર્થી અટવાય ન જાય તે માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ મદદની સાથે એલર્ટ મૂડમાં દેખાયુ હતુ.ડાંગ જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનાં પરીક્ષાર્થીઓ માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાઈ હતી.વલસાડ જિલ્લાના ગુંદલાવ થી ડાંગ જિલ્લામાં આવેલ પરિક્ષાર્થી અટવાઈ પડતા ડાંગ પોલીસે મદદ કરી આ પરીક્ષાર્થીને સ્થળ પર પોહચાડી હતી.એકલવ્ય સ્કૂલનું એક જ નામનાં કારણે પરિક્ષાર્થી અટવાઈને આહવા પોહચી ગઈ હતી .ડાંગ પોલીસ દ્વારા આ પરિક્ષાર્થીની હોલ ટીકીટની ચકાસણી કરતા પરીક્ષાર્થીનું સેન્ટર સાપુતારા માલેગાંવ એકલવ્ય સ્કૂલ હોય જેથી પોલીસ દ્વારા આ પરિક્ષાર્થીને આહવાથી સાપુતારા માલેગાવ 35 કિમિનું અંતર કાપી સમયસર પોહચાડવાની વ્યવસ્થા કરી હતી.ડાંગ જિલ્લામાં પ્રથમ વખત ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામ હાથ ધરાતા પરિક્ષાર્થીઓ સહિત ડાંગવાસીઓએ તેઓની સેવાને બિરદાવી હતી…





