JETPURRAJKOT

જેતપુર તાલુકાના થાણાગાલોર ગામની પરિણીતાએ જીવન ટુંકાવી લીધું

તા.૯ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર તાલુકાના થાણાગાલોર ગામે બે મહિના પૂર્વે જ લગ્ન થયેલ પરિણીતાએ આજે વહેલી સવારે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. મૃતકના પિતાએ જમાઈ સામે પુત્રીને દહેજ માટે મરવા મજબૂર કર્યાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

જેતપુર શહેરમાં ગત ૧૨ ફેબ્રુઆરીના રોજ કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં વિસાવદર તાલુકાના લાલપુર ગામના રમેશભાઈ ચાવડાની પુત્રી રાધિકાના લગ્ન જેતપુર તાલુકાના થાણાગાલોર ગામના રહેવાસી વિજય ધામેચા સાથે થયાં હતાં. લગ્નના હજુ તો બે મહિના પણ પુરા થયાં નથી ત્યાં આજે વહેલી સવારે રાધિકાએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાયને આપઘાત કરી લેતા તેણીના મૃતદેહને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પીટલ લાવવામાં આવ્યો હતો. રાધિકાબેનના આપઘાતની જાણ થતાં જ તેણીના પિયરીયા પક્ષના લોકો હોસ્પીટલ પહોંચતા મામલો ઉગ્ર બની ગયો હતો.

પુત્રીની હાથની મહેંદી હજુ તો સુકાય નથી ત્યાં તેણીને આપઘાત કરવો પડવા અંગે પિતા રમેશભાઈએ તેણીના પતિ સામે હોસ્પીટલમાં જ આક્ષેપ કર્યા કે, હજુ તો બે દિવસ પૂર્વે જ રાધિકા લાલપુરથી થાણાગાલોર ગામે ગઈ હતી. એટલે તેણી કઈ ભૂલી તો નથી ગઈને તે માટે તેણીને તેના મોબાઈલમાં કોલ કરતા હતાં પરંતુ તેનો મોબાઈલ બંધ જ આવતો હતો. અને આજે વહેલી સવારે ગળેફાંસો લગાવી આપઘાત કર્યાનો ફોન આવ્યો. જમાઈ વિજયને બીજી છોકરી સાથે પ્રેમ સંબંધ હોવાથી તે રાધિકાને બરોબર રાખતો પણ ન હતો અને દહેજની પણ માંગણી કરતો હતો.તાલુકા પોલીસે રમેશભાઈની ફરીયાદ પરથી જમાઈ વિજય સામે દહેજ ધારા અને પત્નીને મરવા માટે મજબુર કર્યાની ફરીયાદ નોંધી તેની અટકાયત કરી હતી.

[wptube id="1252022"]
Back to top button