AHAVADANG

કમોસમી વરસાદની સંભાવના ધ્યાને લેતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સાબદુ :

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા.૧૦ થી ૧૪ એપ્રિલ, ૨૦૨૩ દરમિયાન દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેને ધ્યાને લેતા ડાંગ જિલ્લા વહીવટી તંત્રે પણ અગમચેતીના ભાગરૂપે, ખુલ્લામાં કે ખેતરોમાં રહેલા અનાજ, ખેત ઉત્પાદન, તેના પરીવહન દરમિયાન, કે એ.પી.એમ.સી. તથા અનાજના ગોડાઉનમાં અનાજના જથ્થાને કોઇ નુકસાન ન થાય તે માટે જરુરી વ્યવસ્થા કરવા તથા તકેદારીના તમામ આવશ્યક પગલાઓ લેવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button