
અહેવાલ
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગરમાં અજાણ્યા નરાધમોએ રખડતા આખલા પર એસિડ એટેકની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર
મેઘરજ નગરમાં અજાણ્યા નરાધમોએ રખડતા આખલા પર એસિડ એટેકની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે આખલા પર એસિડ નાખનાર અસામાજિક તત્ત્વોને પોલીસ તંત્ર શોધી કાયદાનો પાઠ ભણાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે દર્દથી કણસતા આખલાની મદદે માં ગાયત્રી જીવ સેવાના સદસ્યો અને પશુ તબીબે સારવાર આપતા દર્દથી કણસતા આખલાએ રાહત અનુભવી હતી

મેઘરજ નગરના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં એક રખડતા આખલા પર કેટલાક અસામાજીક તત્ત્વોએ એસિડ નાખતા આખલાના પગ અને શરીરના ભાગ ગંભીર રીતે દાઝી ગયો હતો એસિડ એટેકના દર્દથી કણસતા આખલાને લોકોએ જોતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો જીવઘ્યા પ્રેમીઓને જાણ થતા તાબડતોડ જીવઘ્યા પ્રેમીઓ અને વેટેનરી તબીબ સ્થળ પર પહોંચી દર્દથી કણસતા આખલાને સઘન સારવાર આપી હતી આખલા પર એસિડ ફેંકનાર અસામાજીક તત્ત્વો સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને નરાધમોને પોલીસતંત્ર ઝડપી પાડી શખ્ત કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે
મેઘરજના જીવદયા પ્રેમીના જણાવ્યા અનુસાર બસ સ્ટેન્ડ પાછળ વિસ્તારમાં નરાધમોએ એસિડ એટેક કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી જેમાં અસામાજિક તત્વોએ આખલા પર એસિડ ફેંક્યુ હોવાના કારણે ચામડી ઉતરી જતા આખલો લોહીલુહાણ થઈ ગયો હતો અસામાજિક તત્વોએ આખલા પર એસિડ ફેંકતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે અને માત્ર એક જ માંગ ઉઠવા પામી છે કે મૂંગા પશુઓ ઉપર એસિડ ફેંકનાર અસામાજિક તત્વોને તાત્કાલિક ધોરણે પકડી પાડી તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જરૂરી છે








