MEHSANAVIJAPUR

વિજાપુર ધરતી ટાઉનશીપ માં રહેતા યુવકનુ અપહરણ કરાયા ની ફરીયાદ નોંધાઇ

વિજાપુર ધરતી ટાઉનશીપ માં રહેતા યુવકનુ અપહરણ કરાયા ની ફરીયાદ નોંધાઇ
સાથે ભણતા યુવકોએ અપહરણ કરી માર માર્યા ની ફરીયાદ યુવકના પિતા ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના ટીબી થી હાઈવે રોડ વચ્ચે આવેલ ધરતી ટાઉનશીપમાં રહેતા તમાકુના વેપારીના દીકરા નું બે ગાડીઓ માં આવેલ કેટલાક ઈસમો મારીને ગાડીમાં બેસાડીઅપહરણ કરીને લઈ ગયા હોવાની તમાકુના વેપારી એ લોદરા ગામના દીકરા ની સાથે ભણતા ચાર યુવકો સામે ફરીયાદ નોંધાવી છે જેમાં અપહરણ કર્તાઓ ના દીકરા ને છોડાવવા વેપારી સાથે ગયેલા સંબંધો ઓ ની ગાડી ઓના કાચ તોડી તેમજ રૂપિયા 2,50,000 અને રૂપિયા 72,000 ની કુલ 3,22,000 ની લૂંટ ની પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મૂજબ ધરતી ટાઉન શીપ માં રહેતા પંકજ ભાઈ રમણ ભાઈ પટેલ ના દીકરા જેનીલ પટેલ ને પોતાના વાલી પણા માંથી ઘરે થી નાસ્તો કરવા જવાનું કહી નીકળેલ તેનું રાઘવ ગેસ પાસે ના મેડિકલ પાસેથી રાતના આઠ વાગ્યા ના સમયે ગાડીઓ લઈને આવેલા જેનીલ પટેલ સાથે ભણતા યુવકોએ ગાડી માં બેસાડી અપહરણ કરીને પુંધરા પાસે આવેલ વાડીલાલ આઈસ્ક્રીમ ની સામે આવેલ અનંતા એલીગન્સ ખાતે લઈ જઈ મારમારી જાન થી મારી નાખવાની ધમકી તેમજ ગાડીઓની તોડફોડ તેમજ દશરથભાઈ ની ગાડી માંથી રૂપિયા 2,50,000 તેમજ રૂપિયા 72,000ની સોનાની ચેન ની લૂંટ અને દીકરા નું કરેલ અપહરણ અંગેની પોલીસ મથકે દર્શન પટેલ ,બિપીન પટેલ, મેહુલ પટેલ, કલ્પેશ સરપંચ સહિત સામે પંકજ ભાઈ પટેલે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે પોલીસે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button