KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરમાં ભાજપ સ્થાપના દિનની ઉજવણી ધારાસભ્યની ઉપસ્થિતિ માં યોજાઈ

તારીખ ૬ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નગરમાં ભાજપ સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના કાલોલ સ્થિત કાર્યાલય ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરાયું હતું જેમાં કાલોલ ધારાસભ્ય સહિત તાલુકાના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપ શહેર પ્રમુખ ગૌરંગભાઇ,ભાજપ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ,તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ,માજી જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ, માજી મહિલા આયોગના સભ્ય મીનાબેન પંડ્યા તથા તમામ જિલ્લાના અને તાલુકાના મોરચાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું ટીવી પર લાઈવ પ્રસારણ સૌ કાર્યકરોએ નિહાળ્યું હતું ત્યારબાદ સિનિયર સિટીઝનો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આજે ભાજપનો સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહભેર કાલોલમાં ઉજવાયો હતો.

[wptube id="1252022"]
Back to top button