RAJKOT

લુપ્ત કરાતા માહિતી અધિકાર સામે આરટીઆઇ કાર્યકર્તા મહાસંમેલનમાં થાશે રણટંકાર !

૬ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

આપણી આઝાદીનો ઇતિહાસ અનેરો છે.
ભારતમાં વર્ષોની ગુલામી અંતે,અનેક લોકોની શહીદીના અંતે, કારાવાસ, કાળાપાણીની સજા અંતે, આઝાદીના લડવૈયા સ્વાતંત્ર સેનાનીઓ,પ્રખર દેશભક્તો, ગરીબ પ્રજાના વર્ષોના સંઘર્ષ અંતે, સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ગણાતા એવા આપણા ભારતમાં જે સંવિધાન બંધારણ છે. અનોખું, અભૂતપૂર્વ બંધારણ છે . વિશ્વભરમાં નામના છે .આપણને આઝાદી મળી પછી મળ્યું પ્રજાસત્તાક સ્વરાજ. આપણી આઝાદી સ્વરાજમાં નાગરિકોને દેશવાસીઓને કેન્દ્રમાં રાખીને વિવિધ કાયદાઓનો અમલ કરાવવા માટે અલગ તંત્રો વ્યવસ્થા કરવામાં આવી. એવું ન કહી શકાય કે આપણું સંવિધાન સર્વોત્તમ છે પરંતુ ઉત્તમ છે જ.

આપણા જેવું સંવિધાન વિશ્વના કોઈ લોકશાહી દેશમાં નથી એ ગૌરવની વાત છે.

ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છીએ કે કાયદાઓ ફક્ત પુસ્તકોમાં જોવા મળે છે. “”પોથીના રીંગણા””૧૯૪૭થી વર્ષો પછી ૨૦૦૫માં જાણવાનો માહિતી અધિકાર મળ્યો.

શરૂશરૂમાં માહિતી અધિકારનો ઉપયોગ કરી ગરીબ, અદના લોકોએ ખરેખર આઝાદી,સ્વતંત્રતા, લોકરાજ છે એવો અનુભવ કર્યો .

લોકો સરકારી દફતરમાં દફન માહિતી મેળવવા લાગ્યાં અને કૌભાંડો ધીરે ધીરે જાહેર થવા લાગ્યા.

શાસન પલટો થવા લાગ્યો, રાજકારણી અને અઘિકારીઓ જેલમાં જવા લાગ્યાં.

જાહેર સેવા સત્તા મંડળમાં બિરાજેલા બની બેઠેલા સાહેબ “”જાહેરસેવકો”” અને પડદા પાછળ ર લાભ ચાટનાર રાજકારણીઓ, રાજકારણીને નચાવનાર ઉદ્યોગપતિઓના કરતૂતો ખુલવા લાગ્યા.

માહિતી અધિકાર સૂચના અધિકારનો સાચો અમલ થાય તો ?

દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, સમાનતા, બંધુતા,પારદર્શિતા, પ્રમાણિકતાના દાવા કરતાં , ચુંટણીમાં વચનોની લ્હાણી કરતા નેતાઓના પેટમાં શું ખુંચે છે?

નાના ગામમાં વૃક્ષ બચાઓ ઝાડને ચીપકી શરુ થયેલા આંદોલનના અંતે શહીદી, જેલ, લાઠીચાર્જ અંતે જનતાને અધિકાર માહિતી મળ્યો છે.

ખેતીપ્રધાન દેશનો કિસાન એની જમીન, મજદૂર એનું વેતન સુરક્ષા,
વિદ્યાર્થી એની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી, સરકારી દફતરના દસ્તાવેજ જોઇ જાણી માગી શકાય , ગામની ગોચર જમીન કોણ ચરી ગયું, સરકારી યોજના અંતર્ગત જાહેર કરવામાં આવેલા નાણાં ક્યાં ખર્ચાયા એ જાણતો થયો છે.

પરંતુ કેટલાય સમયથી માહિતી અધિકાર લૂલો લંગડો બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે .

અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. જેમને આ કાયદાની અમલવારીની ચોકીદારી સોંપી છે એમના નિર્ણયો પર , રહેણીકરણી પર, નિમણૂક પર , ચુકાદાઓ પર અનેક સવાલો થઈ રહ્યા છે.

સરકારી અર્ધ સરકારી યોજનાઓ, ઠરાવ, ટેન્ડર, આવક જાવક ઓડિટ રિપોર્ટ, હાજરી રજીસ્ટર, ફરિયાદ તપાસ રીપોર્ટ, શાળાઓનાં વાર્ષિક નિરિક્ષણ, માલસામાન ગુણવત્તા રીપોર્ટ, ગામ ગોચર પડતર જમીન જંગલના નકશાઓ, મકાન મિલકત તુમાર, ઇજારદાર ને સોંપાયેલ કામ અમલ અને એનું પરિણામ જાહેર જનતા જાણી માગી શકે છે.

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માટે અરજી કરી લોકો જ સર્વ સત્તાધીશ છે એ ભ્રષ્ટાચારીઓને મંજુર હોય શકે?

માહિતી મેળવવાનો પ્રયત્ન કરનારા નાગરીકો ઉપર જાનલેવા હુમલા, ધમકી, ખૂન મર્ડર, અપાહિજ લાચાર કરવાના ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.

બીજી બાજુ માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરનાર ઉપર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવે છે.

હવે તો માહિતી માંગશો તો સજા થઈ શકે છે એવી પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી છે.

આવાં સમયે ભારતનાં સંવિધાનમાં અતૂટ શ્રધ્ધા રાખનાર , નિષ્પક્ષ, નીડર,નિસ્વાર્થ લોકો એક મંચ થઈ રહ્યાં છે.

ગયાં વર્ષે ગુજરાત સુરત મધ્યે ૧૦૦૦ અને આ વર્ષે અમદાવાદમાં ૨૦૦૦ કરતાં વધુ આરટીઆઇ કાર્યકર્તા,પત્રકાર, સામાજિક કાર્યકરો,ધારાશાસ્ત્રી ઓનું આરટીઆઇ કાર્યકર્તા અમૃત મહા સંમેલન મળશે.

સંમેલનમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે અને સંયોજક દિપક પટેલ શિક્ષક સુરત ૯૯૦૪૦ ૧૨૧૬૯ ને ઈચ્છુક જનતાને પોતાનું આખુ નામ, આખુ સરનામું અને સંપર્ક ફોન નંબર લખી મોકલવા વિનંતી જાહેર કરવામાં આવી છે.

ગુગલ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે અને કોઇને પણ વગર નોંધણી વગર, ફોર્મ રજીસ્ટ્રેશન કરાવ્યા વગર પ્રવેશ પ્રતિબંધિત છે.

લોકોના અધિકાર, માહિતી અધિકાર અને લોકશાહીના ધબકાર ને સુરક્ષિત કરવા હવે થાશે રણટંકાર.
દિપક પટેલ શિક્ષકની કલમે

[wptube id="1252022"]
Back to top button