BOTADBOTAD CITY / TALUKO

સાળંગપુરમાં હનુમાન જયંતિ પ્રસંગે એલ્ડર લાઈન-૧૪૫૬૭ નો જાગરૂકતા કાર્યક્રમ યોજાયો.

*સાળંગપુરમાં હનુમાન જયંતિ પ્રસંગે એલ્ડર લાઈન-૧૪૫૬૭ નો જાગરૂકતા કાર્યક્રમ યોજાયો.*

તા.૦૬/૦૪/૨૩ ના રોજ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના સાનિધ્યમાં હનુમાન જયંતીનો પ્રસંગ લાખોની જન મેદની વચ્ચે ઉજવાયેલ. આ પ્રસંગે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચાલતી “વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્પલાઇન-૧૪૫૬૭” ની જાગરૂકતા માટે અભિયાન હાથ ધરવામાં આવેલ. જેમાં ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર વિજયભાઈ મકવાણા અને ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર ભુપેન્દ્રસિંહ મકવાણા દ્વારા શ્રદ્ધાળુઓને પેમ્પ્લેટ વિતરણ કરી એલ્ડર લાઈન-૧૪૫૬૭ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.

[wptube id="1252022"]
Back to top button