HALOLPANCHMAHAL
હાલોલ:કિશોર નગરમાં રહેતા ૪ વર્ષીય સુલતાન દાઢીએ રમઝાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી.

તા.૫.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલનાં કિશોર નગરમાં રહેતા સજાદભાઈ દાઢીના ૪ વર્ષીય દીકરો સુલતાન સજ્જાદ દાઢી એ પોતાના જીવનના રમઝાન માસના પ્રથમ રોજો રાખી કાળજાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા રહી માસુમ અને નિખાલસ મને અલ્લાહની ઇબાદત કરી હતી.સમગ્ર વિશ્વમાં હાલમાં ચાલી રહેલા મુસ્લિમોના પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક માસ સુધી રોજા ઉપવાસ કરી અલ્લાહ ની બંદગી કરવામાં આવી રહી છે.જેમાં 15 થી 16 કલાક સુધી મુસ્લિમ બિરાદરો હાલમાં ચાલતી કાળજાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા રહી રોજા રાખી અલ્લાહની બંદગીમાં લિંન બની રહ્યા છે.તેવામાં હાલોલના કિશોર નગર ખાતે રહેતા ૪ વર્ષીય સુલતાન દાઢીએ પોતાના જિંદગીનો રમજાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી.જેને લઇ સુલતાન દાઢીને પરિવારજનો સહિત સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]









