
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લામાં ભાજપા સંગઠનમાં વિવાદનાં વંટોળ વચ્ચે નવા પાર્ટી પ્રમુખ તરીકે કિશોરભાઈ ગાવીતની નિમણુક કરવામાં આવી…..
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં ભાજપા સંગઠનમાં જૂથવાદ અને ભ્રષ્ટાચારની ભવાઈમાં ડાંગ જિલ્લાનાં ભાજપ સંગઠન પ્રમુખ દશરથભાઈ પવારે સ્વૈચ્છિક રાજીનામુ આપી દીધુ હતુ.ડાંગ જિલ્લામાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારનાં રાજીનામુ બાદ સંગઠનનાં 14 જેટલા હોદેદારોએ રાજીનામા ધરી દીધા હતા.જેમાં એક જૂથ દશરથ પવારનાં સમર્થનમાં આવ્યુ હતુ. જ્યારે બીજુ જૂથ ગુજરાત પ્રદેશ પ્રમુખ જે નિર્ણય કરશે તે શિરોમાન્ય હોવાનું જણાવ્યુ હતુ.ડાંગ જિલ્લા ભાજપા સંગઠન માં છેલ્લા ત્રણ દિવસથી હાઈ વોલ્ટેજ સ્થિતિ જોવા મળી રહી હતી.તેવામાં આજરોજ મોડી સાંજે ડાંગ જિલ્લા ભાજપા સંગઠનમાં ચાલી રહેલ જૂથવાદનાં વિવાદનો અંત આવ્યો છે.ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચના અનુસાર ડાંગ,ગીર સોમનાથ, અને પોરબંદર જિલ્લામાં નવા પાર્ટી પ્રમુખોની નિમણુક કરાયાની પ્રેસ નોટ જાહેર કરાઈ છે.ડાંગ જિલ્લા ભાજપા સંગઠનમાં નવા પાર્ટી પ્રમુખ તરીકે કિશોરભાઈ ગાવીતની નિમણુક થતા ભાજપાનાં કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં નિર્ણયને વધાવ્યો હતો.કિશોરભાઈ ગાવીત છેલ્લા ઘણા વર્ષોથી ડાંગ ભાજપા સંગઠનમાં પાયાનાં કાર્યકરથી માંડી ને જિલ્લા સંગઠનમાં મહામંત્રી તરીકેની અહમ ભૂમિકા અદા કરવા માટે સફળ રહ્યા હતા.તેવામાં કેન્દ્ર અને રાજ્યની શિસ્ત અને કેડરબેઝ પાર્ટી તરીકે ઓળખાતી ભાજપાએ છેવાડેનાં ડાંગ જિલ્લામાં વિવાદનાં વંટોળ પર બ્રેક મારી ડાંગ જિલ્લા સંગઠનનાં પાર્ટી પ્રમુખ તરીકે કિશોરભાઈ ગાવીતનાં નામ પર મ્હોર મારી કળશ ઢોળતા સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા..





